ઇન્ટરનેશનલ

ઇન્ડોનેશિયામાં જોરદાર ભૂકંપ, તીવ્રતા 7

ભારતમાં લગભગ દર બીજા દિવસે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાય છે. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC)ના જણાવ્યા અનુસાર બુધવારે ઈન્ડોનેશિયાના બાંદા સમુદ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 7 હોવાનું કહેવાય છે. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભૂકંપ એમ્બોનથી લગભગ 370 કિલોમીટર દક્ષિણપૂર્વમાં હતો. જોકે, ભૂકંપના આ આંચકા બાદ સુનામી વોર્નિંગ સેન્ટર (PWTC) દ્વારા સુનામીની કોઈ ચેતવણી આપવામાં આવી નથી. આભૂકંપ બાદ જાનહાનિ કે માલમિલકતને નુક્સાનના કોઇ સમાચાર હજી સુધી જાણવા મળ્યા નથી.

આ પહેલા ગયા ગુરુવારે ઈન્ડોનેશિયાના તિમોરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા પણ 6 થી ઉપર માપવામાં આવી હતી. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર સપાટીથી લગભગ 10 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું. ભૂકંપના કેન્દ્રની નજીકના વિસ્તારોમાં મધ્યમ આંચકા અનુભવાયા હતા. તિમોર પ્રદેશ અને તિમોર-લેસ્તેમાં અન્યત્ર હળવા આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપમાં પણ જાનહાનિના કોઈ સમાચાર આવ્યા નહોતા.


ભૂકંપના મામલે ઇન્ડોનેશિયા ઘણા સંવેદનશીલ ક્ષેત્રમાં આવે છે. છેલ્લા 100 વર્ષમાં અહીં 7થી વધુ તીવ્રતાવાળા 130થી વધુ ભૂકંપના ઝાટકા આવ્યા છે. આ પહેલા 2005માં 28 માર્ચે અહીં 8.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 1300થી વધુ લોકો માર્યા ગયા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
600 વર્ષ બાદ બન્યો આ અદભૂત સંયોગ, રાહુ કેતુ કરશે આ રાશિઓને માલામાલ Hazi Mastanએ કેમ કર્યા Sona સાથે નિકાહ દેશની ટોપ ફાઈવ National Crush કોણ છે? મહારાષ્ટ્રનો ગરીબ જિલ્લો કયો?