ઇન્ટરનેશનલ

મેક્સિકોમાં અંધાધૂંધ ગોળીબાર, છના મોત, 26 ઘાયલ

નોર્ધન મેક્સિકોમાંથી એક આંચકાજનક સમાચાર જાણવા મળ્યા છે. અહીં ત્રણ બંદૂકધારીઓએ એક પાર્ટી પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ક્રિસમસ ઇવની પાર્ટીમાં થયેલી ફાયરિંગની ઘટનામાં 6 લોકોના મોત થયા હતા જ્યારે 26 લોકો ઘાયલ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ગોળીબારની આ ઘટના સરહદી રાજ્ય સોનોરામાં બની હતી. ગોળીબાર બાદ અફરાતફરી મચી ગઈ હતી.

મૃત્યુ પામેલા લોકોમાંથી બેની ઉંમર 18 વર્ષથી ઓછી હતી. આ સિવાય ઘાયલોમાં પાંચ બાળકો પણ સામેલ છે, જેમની સારવાર ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે અંધાધૂંધ ગોળીબાર કર્યા બાદ હુમલાખોરોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં માર્યા ગયા હતા. આ હુમલામાં સામેલ અન્ય એક હુમલાખોર પહેલાથી જ પાર્ટીમાં હતો.

મેક્સિકોમાં પણ ગોળીબારની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. લગભગ 12 દિવસ પહેલા પ્રી-ક્રિસમસ પાર્ટી દરમિયાન થયેલા ફાયરિંગમાં 12 લોકોના મોત થયા હતા. આ ઘટના સેન્ટ્રલ મેક્સિકોના ગુઆનાજુઆટો રાજ્યની છે. મળતી માહિતી મુજબ, છ બંદૂકધારીઓ એકસાથે એક ઈવેન્ટમાં ઘૂસી ગયા હતા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો, જેમાં 12 લોકોના મોત થયા હતા જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. નોંધનીય છે કે ગુઆનાજુઆતો મેક્સિકોના સૌથી હિંસક અને આતંકવાદથી પીડિત રાજ્યમાંથી એક છે. અહીં રોજ ફાયરિંગની ઘટનાઓ બનતી રહે છે, જેના કારણે અહીંના લોકો હંમેશા ડરમાં જીવન વિતાવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે IPL-Final’sમાં Lowest Score બનાવનાર ટીમો… Anant-Radhika પ્રિ-વેડિંગ ફંક્શન માટે ઉપડ્યા આ Celebs… રિહાના બાદ હવે જોવા મળશે શકીરાનો જલવો ભારતના એ મંદિર જેના પ્રસાદના દિવાના છે ભક્તો