ઇન્ટરનેશનલનેશનલ

આ દેશના લોકો છે દુનિયામાં સૌથી ખુશ, જાણો ખુશ દેશોની યાદીમાં ભારતનું રેન્કિંગ

ફિનલેન્ડે સતત સાતમા વર્ષે વિશ્વના સૌથી ખુશ દેશનો ખિતાબ જીત્યો છે. બુધવારે સંયુક્ત રાષ્ટ્રના ‘વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ’ અનુસાર, નોર્ડિક દેશો (ડેનમાર્ક , ફિનલેન્ડ , આઇસલેન્ડ , નોર્વે, સ્વીડન વગેરે દેશ) ખુશ દેશોની રેન્કિંગમાં વર્ચસ્વ જાળવી રાખે છે. આ યાદીમાં ફિનલેન્ડ પછી ડેનમાર્ક, આઈસલેન્ડ અને સ્વીડનનું નામ આવે છે.

સંશોધકોનું કહેવું છે કે ફિનલેન્ડના લોકોનું પ્રકૃતિ સાથેનું જોડાણ અને તંદુરસ્ત વર્ક-લાઇફ બેલેન્સ તેમની ખુશીનું મુખ્ય કારણ છે. ફિન્સ આર્થિક વૃદ્ધિ ઉપરાંત જીવનમાં સફળતા જુએ છે. આ ઉપરાંત દેશમાં સામાજિક સુરક્ષા, સરકારી સંસ્થાઓમાં વિશ્વાસ, ઓછો ભ્રષ્ટાચાર, સારું શિક્ષણ અને સારી આરોગ્ય સેવા પણ તેમની સુખાકારીમાં ફાળો આપે છે.


સર્વેમાં સમાવિષ્ટ 143 દેશોની યાદીમાં સુખી દેશોની રેન્કિંગમાં અફઘાનિસ્તાન સૌથી નીચે આવે છે. આ દેશ 2020માં તાલિબાન સત્તામાં આવ્યા બાદ સતત માનવીય સંકટનો સામનો કરી રહ્યું છે.

આ પણ વાંચો: ચીનમાં જન્મદરમાં ઘટાડો થતા હોસ્પિટલોમાં પ્રસુતિ વિભાગો બંધ થઈ રહ્યા છે, વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે

આશ્ચર્યજનક રીતે એક દાયકાથી વધુ સમય બાદ પ્રથમ વખત અમેરિકા અને જર્મની 20 સૌથી ખુશ દેશોની યાદીમાંથી બહાર થઈ ગયા છે અને અનુક્રમે 23મા અને 24મા સ્થાને આવી ગયા છે. અમેરિકા ગયા વર્ષે રેન્કિંગમાં 16મા સ્થાને હતું. કોસ્ટા રિકા અને કુવૈતે 12મા અને 13મા રેન્કિંગ સાથે ટોપ 20માં પોતાની જગ્યા બનાવી લીધી છે.

આ વર્ષે કેનેડા 15માં સ્થાને છે જ્યારે બ્રિટન 20માં, જર્મની 24માં અને ફ્રાન્સ 27માં સ્થાને છે. અહેવાલમાં જાણવા મળે છે કે સૌથી ખુશ દેશોમાં હવે વિશ્વના કોઈપણ મોટા દેશોનો સમાવેશ થતો નથી. માત્ર નેધરલેન્ડ અને ઓસ્ટ્રેલિયા 1.5 કરોડથી વધુ વસ્તી સાથે ટોપ 10માં છે અને કેનેડા અને યુકે 30 કરોડથી વધુ વસ્તી સાથે ટોપ 20માં છે.

સુખી દેશોની યાદીમાં 2006-2010 થી નોંધપાત્ર ફેરફારો થયા છે. સુખી દેશોની આ યાદીમાં અફઘાનિસ્તાન, લેબનોન અને જોર્ડનની રેન્કિંગમાં ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે સર્બિયા, બલ્ગેરિયા અને લાતવિયા જેવા પૂર્વ યુરોપીય દેશોમાં તેમની રેન્કિંગમાં વધારો જોવા મળ્યો છે. સુખી દેશોનું રેન્કિંગ નાગરિકોના જીવન પ્રત્યેના સંતોષ તેમજ માથાદીઠ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી), સમાજ અને લોકોનો પરસ્પર સમર્થન, સ્વસ્થ આયુષ્ય, સ્વતંત્રતા, ઉદારતા અને ભ્રષ્ટાચાર જેવા પરિબળો દ્વારા નક્કી કરવામાં આવે છે.

સુખી દેશોની યાદીમાં ભારતનું સ્થાન ગયા વર્ષની જેમ 126માં સ્થાને છે, જ્યારે ભારતના પડોશી દેશ ચીન 60માં, નેપાળ 93માં, પાકિસ્તાન 108માં, મ્યાનમાર 118માં, શ્રીલંકા 128માં સ્થાને અને બાંગ્લાદેશ 129માં ક્રમે છે. જો જોવામાં આવે તો સુખી દેશોની રેન્કિંગમાં પાકિસ્તાન ભારત કરતાં આગળ છે.

ભારતના વૃદ્ધ લોકોમાં જીવન સંતોષ પર એક રસપ્રદ વલણ જોવા મળ્યું છે. એવું માનવામાં આવે છે કે ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં વૃદ્ધોની વસ્તી વધુ ખુશ છે, જ્યારે ભારતમાં, વૃદ્ધ પુરુષોમાં જીવન સંતોષ વધારે છે. જો કે, વૃદ્ધ ભારતીય મહિલાઓ વૃદ્ધ પુરુષો કરતાં ઓછી ખુશ છે.

સમગ્ર વિશ્વમાં લગભગ દરેક ક્ષેત્રમાં મહિલાઓ પુરુષો કરતાં ઓછી ખુશ હતી. વધતી ઉંમર સાથે તેમની ખુશીનું સ્તર વધુ ઘટતું જાય છે. ભારતમાં શિક્ષણનું સ્તર અને જાતિ પણ સુખમાં મોટી ભૂમિકા ભજવે છે. જેઓ ઓછું ભણેલા છે અને SC,ST જાતિમાંથી આવે છે, તેમની ખુશીનું સ્તર ઓછું જોવા મળ્યું હતું.

વિશ્વની યુવા વસ્તી (30 વર્ષ અને તેથી ઓછી ઉંમરના લોકો) વિશે વાત કરીએ તો, લિથુઆનિયા, ઇઝરાયલ, સર્બિયા, આઇસલેન્ડ, ડેનમાર્ક ટોચના પાંચ દેશોમાં સામેલ હતા. જ્યારે ફિનલેન્ડ આ મામલે સાતમા નંબર પર હતું. ભારતની યુવા વસ્તી સુખની દ્રષ્ટિએ 127મા ક્રમે હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…