ખાલિસ્તાની આતંકવાદી Pannuની હત્યાના કાવતરામાં સંદિગ્ધ ભારતીયને અમેરિકાને સોંપાયો

નવી દિલ્હી : ચેક રિપબ્લિકે અમેરિકામાં ખાલિસ્તાની(Khalistani)આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની (Pannu)હત્યાના કાવતરામાં સંદિગ્ધ આરોપી નિખિલ ગુપ્તાને અમેરિકાને સોંપ્યો છે. ફેડરલ બ્યુરો ઓફ પ્રિઝનની વેબસાઈટ અનુસાર નિખિલ ગુપ્તાને અમેરિકાને સોંપવામાં આવ્યો છે. અમેરિકા વહીવટીતંત્રની વિનંતી પર ગયા વર્ષે જૂનમાં નિખિલ ગુપ્તાની ધરપકડ કરવામાં આવી હતી. તેની પર ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરામાં સામેલ હોવાનો આરોપ છે. નિખિલ ગુપ્તાને સોમવારે ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. હાલમાં તેને બ્રુકલિનમાં મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે.
ગુપ્તાની પ્રાગમાં ધરપકડ કરવામાં આવી
પન્નુ અમેરિકામાં રહીને ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ છે. તે ઘણીવાર હિંદુઓને ધમકાવતો જોવા મળે છે. યુએસ ફેડરલ પ્રોસિક્યુશનએ કહ્યું હતું કે ગુપ્તાએ ભારતીય અધિકારીઓ સાથે મળીને પન્નુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. આ પછી ગુપ્તાની પ્રાગમાં ધરપકડ કરવામાં આવી હતી.
Read This…આર્યન ખાન કઈ વિદેશી અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે, ખબર છે?
અદાલતમાં અરજી ફગાવી દેવામાં આવી હતી.
નિખિલ ગુપ્તાએ ચેક રિપબ્લિકમાં પ્રત્યાર્પણ વિરુદ્ધ અરજી કરી હતી જેને ફગાવી દેવામાં આવી હતી. યુએસ સરકારનું કહેવું છે કે ગુપ્તાએ પન્નુની હત્યા કરવા માટે હિટમેનને હાયર કરવાનો પ્રયાસ કર્યો હતો. પન્નુ પાસે અમેરિકા અને કેનેડાની બેવડી નાગરિકતા છે. ભારતે તેને UAPA હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે. 23 નવેમ્બર 2023ના રોજ પ્રાગ હાઈકોર્ટે નિખિલ ગુપ્તાના પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી. ગુપ્તાએ આ નિર્ણય સામે બંધારણીય અદાલતમાં અરજી કરી હતી. જોકે આ અરજી પણ ફગાવી દેવામાં આવી હતી.