કેનેડામાં ભારતીય વિદ્યાર્થિનીના હત્યારાની ધરપકડ, એપ્રિલ માસમાં થયો હતો ગોળીબાર

હેમિલ્ટન: કેનેડામાં 17 એપ્રિલના રોજ 21 વર્ષની ભારતીય વિદ્યાર્થિની હરસિમરત રંધાવા પર ગોળીબારની ઘટનામાં પોલીસે એક યુવકની ધરપકડ કરી છે. આ ગોળીબારની ઘટનામાં યુવતીનું મોત થયું હતું. આ કેસમાં હેમિલ્ટન પોલીસે 32 વર્ષીય આરોપી જેર્ડેન ફોસ્ટરની ધરપકડ કરી હતી. આ આરોપી ઓન્ટારિયોના નાયગ્રા ફોલ્સનો રહેવાસી છે. તેની પર હત્યા સહિતના ત્રણ ગુના નોંધાયેલા છે.
રસ્તો ઓળંગવા ઉભી હતી ત્યારે ગોળી વાગી
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ ભારતીય વિદ્યાર્થિની હરસિમરત રંધાવા મોહક કોલેજમાં ફિઝીયોથેરાપીના કોર્ષના બીજા વર્ષ અભ્યાસ કરી હતી. તેને 17 એપ્રિલના રોજ ‘અપર જેમ્સ સ્ટ્રીટ’ અને ‘સાઉથ બેન્ડ રોડ ચાર રસ્તાના બસ સ્ટેન્ડ પર ઉભી હતી.જોકે, ગોળી વાગ્યા બાદ વિદ્યાર્થીનીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન
તેનું અવસાન થયું હતું. આ ઘટનાની મળતી માહિતી મુજબ હરસિમરત બસમાંથી ઉતર્યા પછી રસ્તો ઓળંગવા ઉભી હતી ત્યારે તેને ગોળી વાગી હતી.
ચાર કારમાં સવાર સાત લોકો વચ્ચે વિવાદ
આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, ચાર કારમાં સવાર સાત લોકો વચ્ચે કોઈ મુદ્દે વિવાદ દરમિયાન ગોળીબાર થયો હતો. જેમાં એક ગોળી નજીકમાં ઉભેલી હરસિમરત રંધાવાને વાગી હતી. હરસિમરત રંધાવા જીમથી ઘરે જઈ રહી હતી ત્યારે તેને ગોળી વાગતા તેનું મોત નીપજ્યું હતું. આ કેસમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. તેમજ આ ગોળીબાર કરનારા લોકોની શોધખોળ શરુ કરી હતી.
આપણ વાંચો: વૈશ્વિક રાજકારણમાં નવો વળાંક! ટ્રમ્પ અને પુતિન વચ્ચે થઇ શકે છે મુલાકત, જાણો કેમ છે મહત્વપૂર્ણ