લંડનમાં માર્ગ અકસ્માતનો ભોગ બની ભારતીય વિદ્યાર્થિની
લંડનમાં 33 વર્ષીય ભારતીય વિદ્યાર્થિની ચીસ્તા કોચરનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ગયા અઠવાડિયે ચીસ્તા સાઈકલ પર પોતાના ઘરે પરત ફરી રહી હતી ત્યારે એક ટ્રકે તેની સાયકલને ટક્કર મારી હતી. અકસ્માત બાદ તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ચીસ્તા લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં પીએચડી કરી રહી હતી. તે નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ ડૉ. એસ.પી. કોચરની પુત્રી હતી.
ચીસ્તાના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતા. જ્યારે અકસ્માત થયો ત્યારે તેનો પતિ, પ્રશાંત, જે એક સોફ્ટવેર એન્જિનિયર છે, તેની બાઇક પર તેનાથી થોડાક મીટર જ આગળ હતો. તેણે જોરથી અવાજ સાંભળ્યો અને ચીસ્તાને મદદ કરવા પાછળ દોડી ગયો હતો.
ઉત્તર પ્રદેશના બરેલીમાં જન્મેલી ચીસ્ટા બિહેવિયરલ સાયન્સમાં ચાર વર્ષની પીએચડી કરવા સપ્ટેમ્બરમાં તેના પતિ સાથે લંડન ગઈ હતી. દિલ્હી યુનિવર્સિટી અને બાદમાં શિકાગો, અશોકા અને પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ માટે જતા પહેલા, તેણે ગુડગાંવમાં પબ્લિક પોલિસી થિંક ટેન્ક નીતિ આયોગ અને બાદમાં બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનમાં કામ કર્યું હતું. ચીસ્તા તેની બુદ્ધિમત્તા અને સખત મહેનત માટે જાણીતી હતી.
ચીસ્તા ઘણી લોકપ્રિય અને પરોપકારી હતી. નાની ઉંમરે તેણે પોતાની ઓળખ બનાવી હતી. તે રાષ્ટ્રવાદી હતી. તે તેના મગજમાં ખૂબ જ સ્પષ્ટ હતી કે તે યુકેમાં શિક્ષણ મેળવશે અને પછી ભારત પરત ફરશે અને દેશના વૃદ્ધિ અને વિકાસમાં યોગદાન આપશે.
હાલમાં તેના નશ્વર દેહને પરત લાવવા માટે પરિવારજનો યુકે જવા રવાના થઇ ગયા છે.