યુકેમાં ભારતીય વિદ્યાર્થીની હત્યા: વોરસેસ્ટરમાં છરીના ઘા ઝીંકાયા!

લંડન: વિદેશમાં ભારતીયો પરના હુમલા એ ચિંતાનો વિષય બનતો જાય છે. ત્યારે ઈંગ્લેન્ડના વોરસેસ્ટર શહેરમાં એક શેરી હુમલા દરમિયાન ૩૦ વર્ષીય ભારતીય વિદ્યાર્થી વિજય કુમાર શેઓરાનની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. સ્થાનિક સ્તરે ભારતીય વિદ્યાર્થી તરીકે ઓળખાયેલા આ યુવકનું હોસ્પિટલમાં ગંભીર ઈજાઓને કારણે મૃત્યુ થયું હતું.
વેસ્ટ મર્સિયા પોલીસે શુક્રવારે આ હુમલાના સાક્ષીઓ પાસેથી માહિતી મેળવવા માટે અપીલ કરી હતી. જોકે યુકે પોલીસે હજી સુધી પીડિતાની સત્તાવાર ઓળખ જાહેર કરી નથી, પરંતુ ભારતીય અહેવાલો મુજબ, મૃતક હરિયાણાના ચરખી દાદરી જિલ્લાના વિજય કુમાર શેઓરાન છે. વેસ્ટ મર્સિયા પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વોરસેસ્ટરના બાર્બોર્ન રોડ પર અધિકારીઓને ૩૦ વર્ષીય યુવક ગંભીર ઈજાઓ સાથે મળી આવ્યો હતો.
હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા વિજય શેઓરાનને હોસ્પિટલમાં ખસેડવામાં ં આવ્યો હતો, પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. પોલીસે હત્યાના આરોપમાં પાંચ લોકોની ધરપકડ કરી હતી, જેઓ હવે તપાસ ચાલુ હોવાથી જામીન પર મુક્ત છે. વધુ એક વ્યક્તિની પણ હત્યાના શંકાના આધારે ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેના પર કોઈ કાર્યવાહી કર્યા વિના તેને મુક્ત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો…કેનેડામાં બસ સ્ટેન્ડ પર ઉભેલી ભારતીય વિદ્યાર્થીનીને ગોળી વાગતા મૃત્યુ, પોલીસે તપાસ શરૂ કરી



