Top Newsઇન્ટરનેશનલ

અમેરિકામાં ફલાઈટમાં ભારતીય વિદ્યાર્થીએ બે યુવાન પર હુમલો કર્યો, ગુનો દાખલ…

બોસ્ટન : અમેરિકાના શિકાગોથી જર્મની જઈ રહેલી ફ્લાઈટમાં એક ભારતીય વિદ્યાર્થી બે યુવાન પર હુમલો કરવાનો કિસ્સો પ્ર્કાશમાં આવ્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ પ્રણીત કુમાર ઉસીરિપલ્લી નામના ભારતીય વિદ્યાર્થીએ બે યુવાન પર કાંટાવાળી ચમચીથી હુમલો કર્યો હતો અને એક મુસાફરને લાફો પણ માર્યો હતો.

મુસાફરના ખભામાં કાંટા ચમચી વડે હુમલો કર્યો હતો

આ બાબત મેસેચ્યુસેટ્સ ડિસ્ટ્રિક્ટની યુએસ એટર્નીની ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવી છે. આ અંગે કોર્ટમાં રજુ થયેલા દસ્તાવેજો અનુસાર વિદ્યાર્થી ઉસિરીપલ્લીએ 17 વર્ષના મુસાફરના ખભામાં કાંટા ચમચી વડે હુમલો કર્યો હતો અને પછી બીજા 17 વર્ષના મુસાફર પર પણ હુમલો કર્યો હતો. જેના કારણે કાંટા ચમચી તેના માથાના પાછળના ભાગમાં વાગી હતી. આ ફ્લાઇટ લુફ્થાન્સા એરલાઈન્સ દ્વારા સંચાલિત હતી.

એક મહિલા યાત્રીને લાફો માર્યો

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ જેમાં પ્રથમ પીડીત ફ્લાઈટની વચ્ચેની સીટ પર સુઈ ગયો હતો. જયારે તેણે આંખ ખોલી ત્યારે ઉસિરીપલ્લી તેની પર કાંટા ચમચી વચ્ચે હુમલો કર્યો હતો. તેમજ તેની બાદ બીજા વ્યકિત પર હુમલો કરવા ગયો હતો. જેમાં તેને માથાના પાછળના ભાગ પર વાગ્યું હતું. જયારે તેને ફ્લાઈટના સ્ટાફે રોકવાનો પ્રયાસ કર્યો તો તેમની પર પણ હુમલાનો પ્રયાસ કર્યો હતો.તેમજ તેની બાદ એક મહિલા યાત્રીને લાફો માર્યો હતો.

ફ્લાઈટમાં હુમલો કરીને શારીરિક નુકસાન પહોંચાડવાના ગુનો દાખલ

આ ઘટના બાદ ફ્લાઈટને બોસ્ટનના લોગાન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતારવામાં આવી હતી. તેની બાદ ઉસિરીપલ્લીની એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. આ ભારતીય વિદ્યાર્થી સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગયો છે.
તેની પર અમેરિકાની જીલ્લા અદાલતમાં ફ્લાઈટમાં હુમલો કરીને શારીરિક નુકસાન પહોંચાડવાના ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

10 વર્ષની જેલની સજાની જોગવાઈ

આ કેસમાં જો તે દોષી પુરવાર થશે તો તેને 10 વર્ષની જેલ અને ત્રણ વર્ષ સુધી દેખરેખ હેઠળ મુકિત અને 2,50,000 ડોલરનો દંડ થઈ શકે છે. પ્રણીત કુમાર ઉસીરિપલ્લીએ બાઈબલના અભ્યાસમાં માસ્ટર પ્રોગામમાં એડમિશન લીધું હતું.

આ પણ વાંચો…દક્ષિણ ચીન સમુદ્રમાં અમેરિકાના બે એરક્રાફ્ટ ક્રેશ, તપાસ શરુ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button