ઇન્ટરનેશનલનેશનલ

કેનેડામાં રહસ્યમય આગથી બળીને રાખ થયો ભારતીય મૂળનો પરિવાર, પોલીસ પણ હેરાન

કેનેડાના ઓન્ટોરિયો પ્રાંતમાં એક ભારતીય મૂળના દંપતી અને તેમની સગીર પુત્રીનું રહસ્યમય આગમાં મૃત્યુ થયું હોવાની જાણકારી મળી છે. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના 7 માર્ચની છે, પરંતુ ઘરમાં આગ લાગવાને કારણે મૃતદેહો સંપૂર્ણપણે બળી ગયા હતા અને તેમની ઓળખ હજી શુક્રવારે જ થઈ હતી.

પોલીસે જણાવ્યું હતું કેબિગ સ્કાય વે અને વેન કિર્ક ડ્રાઇવ વિસ્તારમાં એક ઘરમાં શંકાસ્પદ સંજોગોમાં આગ લાગી હતી. આગ ઓલવ્યા બાદ પોલીસે જ્યારે ઘરની તપાસ કરી ત્યારે તેમને કેટલાક માનવ અવશેષો મળી આવ્યા હતા, પરંતુ તે સમયે માર્યા ગયા લોકોની ઓળખ અને તેમની સંખ્યા જાણી શકાઇ ન હતી.


પોલીસે હવે આ મૃત્યુ પામેલા લોકોની ઓળખ ભારતીય મૂળના રાજીવ વારિકુ (51), તેમની પત્ની શિલ્પા (47) અને પુત્રી મહેંક (16) તરીકે કરી છે. પોલીસ તપાસમાં શરૂઆતમાં એમ કહેવામાં આવ્યું હતું કે આ રહેણાંકમાં આગ લાગી હતી, પરંતુ પોલીસ એવા પ્રાથમિક નિષ્કર્ષ પર આવી છે કે આ આગ આકસ્મિક ન હતી. પોલીસે આગને શંકાસ્પદ ભણાવી છે અને તેઓ તમામ ઉપલબ્ધ પુરાવાઓની તપાસ કરી રહ્યા છે.

આગને નજરે જોનાર સાક્ષીઓએ જણાવ્યું હતું કે ઘરમાં આગ લાગી તે પહેલા તેઓએ જોરદાર વિસ્ફોટ સાંભળ્યો હતો અને આખું ઘર થોડીવારમાં આગની લપેટમાં આવી ગયું હતું.

મૃતકોની વાત કરીએ તો રાજીવ વારિકુએ ટોરોન્ટો પોલીસમાં સેવા આપી છે અને તેમનો કાર્યકાળ 2016 માં પૂરો થયો હતો. તેમની પત્ની શિલ્પા હાઉસવાઇફ હતા જ્યારે તેમની પુત્રી મહેક એક આશાસ્પદ યુવા ફૂટબોલર હતી.


પોલીસ જણાવ્યું હતું કે આ આગ અને પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુની તપાસ હજુ ચાલુ છે. આ ઘટના વિશે કોઈને પણ કંઇ પણ માહિતી હોય તો તેમને આગળ આવવા વિનંતી કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker