ઇન્ટરનેશનલ

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા, જણાવી આ વાત

બેઈજિંગ : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર એસસીઓ સંમેલનમાં હિસ્સો લેવા માટે ચીનના પ્રવાસે છે. આ દરમિયાન એસ. જયશંકર ચીનના ઉપરાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રી સાથે મુલાકાત બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા છે.
વિદેશ મંત્રીએ સોશિયલ મીડિયા પર આ મુલાકાતની માહિતી આપી છે અને જણાવ્યું છે કે તેમણે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની શુભેચ્છાઓ શી જિનપિંગને પહોંચાડી છે.

દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિ અંગે માહિતી આપી

વિદેશ મંત્રી એસ જયશંકરે રાષ્ટ્રપતિ શી જિનપિંગને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિ અંગે માહિતી પણ આપી હતી. આ દરમિયાન એસ. જયશંકરે એ પણ જણાવ્યું કે ભારત અને ચીન વચ્ચેના સંબંધોને દિશા આપવામાં બંને દેશોના ટોચના નેતૃત્વની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ છે.

દેશો વચ્ચે વિચારોનું આદાન પ્રદાન ખૂબ જ મહત્વપૂર્ણ

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે બેઇજિંગમાં સૌ પ્રથમ ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગને મળ્યા હતા. આ બેઠક દરમિયાન એસ. જયશંકરે હાન ઝેંગને કહ્યું કે ભારત-ચીન સંબંધોને સતત સામાન્ય બનાવવાથી ફાયદાકારક પરિણામો મળી શકે છે. જયારે હાલની વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બંને પડોશી દેશો વચ્ચે વિચારોનું આદાન પ્રદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો….ભારત અને ચીનના વિદેશ મંત્રી વચ્ચે મુલાકાત, એસ. જયશંકરે કહ્યું મતભેદો વિવાદમાં ના ફેરવાવા જોઈએ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button