Syria સત્તા પરિવર્તન અને વધતા તણાવ વચ્ચે ભારતીય દૂતાવાસે એડવાઇઝરી જાહેર કરી

નવી દિલ્હી : સીરિયામાં(Syria Crisis)થયેલા સત્તા પરિવર્તન અને ગૃહયુદ્ધથી ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય દૂતાવાસે એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સીરિયામાં તમામ ભારતીય નાગરિકો સુરક્ષિત છે. એક મહત્વપૂર્ણ બદલાવમાં ઇસ્લામિક બળવાખોરોએ સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદને સત્તા પરથી હટાવ્યાના થોડા કલાકો બાદ સરકારી સૂત્રોએ આ માહિતી આપી હતી. સૂત્રોએ જણાવ્યું કે દમાસ્કસમાં ભારતીય દૂતાવાસ હજુ પણ કાર્યરત છે. દૂતાવાસ તમામ ભારતીય નાગરિકોના સંપર્કમાં છે અને તેઓ સુરક્ષિત છે. દૂતાવાસ સીરિયામાં ભારતીય નાગરિકોને મદદ કરવા કાર્યરત છે.
સીરિયામાં લગભગ 90 ભારતીય નાગરિકો
સત્તાવાર આંકડાઓ અનુસાર સીરિયામાં લગભગ 90 ભારતીય નાગરિકો છે. જેમાં 14 જેઓ યુએનની વિવિધ સંસ્થાઓમાં કામ કરી રહ્યા છે. શુક્રવારના રોજ ભારત સરકારે સીરિયા માટે ટ્રાવેલ એડવાઈઝરી બહાર પાડી હતી. જેમાં ભારતીય નાગરિકોને વધુ સૂચના ન મળે ત્યાં સુધી દેશની મુસાફરી ટાળવા સલાહ આપી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, સીરિયામાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આગામી સૂચના સુધી સીરિયાની મુસાફરી ટાળે.
વ્યાવસાયિક ફ્લાઇટ્સ દ્વારા મુસાફરી કરવાની સલાહ
હાલમાં સીરિયામાં ભારતીયોને અપડેટ્સ માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર અને દમાસ્કસમાં ભારતીય દૂતાવાસના ઇમેઇલ પર સંપર્કમાં રહેવા વિનંતી કરવામાં આવે છે. જે લોકો આમ કરી શકે છે તેઓને શક્ય તેટલી વહેલી તકે વ્યાવસાયિક ફ્લાઇટ્સ દ્વારા મુસાફરી કરવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે અન્ય લોકોને તેમની સલામતી અંગે અત્યંત સાવધાની રાખવા અને તેમની પ્રવૃત્તિઓને ન્યૂનતમ મર્યાદિત કરવા વિનંતી કરવામાં આવે છે.
Also Read – સીરિયાથી ભાગીને પરિવાર સાથે રશિયા પહોંચ્યા અસદ, રાષ્ટ્રપતિ પુતિને આપ્યો રાજકીય આશ્રય
બશર અલ-અસદનું શાસન સમાપ્ત થયું
સીરિયામાં ચાલી રહેલી તંગ પરિસ્થિતિ અન્ય તમામ દેશો માટે કેન્દ્રબિંદુ બની રહી છે. જેમાં બળવાખોરોએ દેશના ઉત્તરમાં સીરિયાના ત્રીજા સૌથી મોટા શહેર અને બહારના સીરિયાના મુખ્ય વિરોધ જૂથના વડા હાદી અલ- પર કબજો કરવાનો દાવો કર્યો છે સીરિયનએ કહ્યું કે દમાસ્કસમાં હવે બશર અલ-અસદનું શાસન સમાપ્ત થઈ ગયું છે. સીરિયન બળવાખોરોએ દમાસ્કસ પર કબજો કરવાનો દાવો કર્યા બાદ આ નિવેદન આવ્યું છે.