ઇન્ટરનેશનલનેશનલ

ટ્રમ્પના 26 ટકાના તોતિંગ ટેરિફથી ભારતને નહીં લાગે ઝટકો, જાણો વિગત

નવી દિલ્હીઃ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ લાગુ કરતા ભારતમાં ખળભળાટ મચી ગયો છે. ભારત સરકાર અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ટેરિફની સમીક્ષા કરી રહી છે. વાણિજ્ય મંત્રાલય ભારત પર લગાવવામાં આવેલા 26 ટકા ટેરિફનું વિશ્લેષણ કરી રહી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, અમેરિકામાં તમામ આયાતો પર 10 ટકા ટેરિફિ 5 એપ્રિલથી અને બાકીનો 16 ટકા ટેરિફ 10 એપ્રિલથી લાગુ થશે. અધિકારીના કહેવા પ્રમાણે ભારત માટે આ ઝટકો નથી,. તેનો પ્રભાવ વધારે રહેવાનો નથી. મિશ્ર અસર જોવા મળી શકે છે.

અધિકારીના કહેવા પ્રમાણે, મંત્રાલય ટેરિફથી થનારી અસરનું વિશ્લેષણ કરી રહી છે. ભારત પહેલાથી જ અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર સમજૂતી પર વાતચીત કરી રહ્યું છે. બંને દેશો સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી પ્રથમ તબક્કાને અંતિમ રૂપ આપવાની કોશિશ કરી રહ્યા છે. આ મિશ્ર પ્રભાવ લઈને આવશે. તેનું એક તરફી પરિણામ નહીં મળે. ભારત માટે કોઈ ઝટકો નથી.

આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે અમેરિકાના ઉત્પાદનો પર ભારત તરફથી લગાવવામાં ટેરિફનું લિસ્ટ જાહેર કર્યું હતું. જે બાદ તેમણે તમામ દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત ભારત પર 26 ટકા ટેક્સ લગાવવાામાં આવ્યો છે. ભારત દ્વારા અમેરિકાના સામાન પર લગાવવામાં આવતાં 52 ટકાથી અડધો છે. તેમણે ભારતને ખૂબ કડક ગણાવીને આ પગલું અમેરિકન નોકરીઓને બચાવવા માટે જરૂરી હોવાનું જણાવ્યું હતું. ટ્રમ્પના આ પગલાથી ભારતના ઑટોમોબાઈલ, કપડાં, ફાર્માસ્યુટિકલ એક્સપોર્ટ પર અસર પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ દ્વારા આ દિવસને લિબ્રેશન ડે નામ આપવામાં આવ્યું છે. તેમણે જાહેરાત કરતા જણાવ્યું કે, નવા ટેરિફ રેટ પ્રમાણે અમેરિકા ચીન પાસેથી 34 ટકા, યુરોપિયન યુનિયન પાસેથી 20 ટકા, જાપાન પાસેથી 24 ટકા અને ભારત પાસેથી 26 ટકા રેસિપ્રોકલ ટેરિફ વસૂલ કરશે. ભારત પર 26 ટકા રેસિપ્રોકલ ટેરિફ લાગુ કર્યાની જાહેરાત બાદ અમેરિકાના કોમર્સ સેક્રેટરીને આ અંગે પૂછવામાં આવતાં તેમણે કંઈ કહેવાનું ટાળ્યું હતું.

આપણ વાંચો:  ટ્રમ્પના ટેરિફ બોંબનો વિશ્વમાં ઉઠ્યો વિરોધનો વંટોળ, WTOમાં લઈ જવાશે મુદ્દો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button