ભારતે યુએનમાં પેલેસ્ટાઇનના સમર્થનમાં મતદાન કર્યું, ઈઝરાયેલે વિરોધ કર્યો | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

ભારતે યુએનમાં પેલેસ્ટાઇનના સમર્થનમાં મતદાન કર્યું, ઈઝરાયેલે વિરોધ કર્યો

ન્યુયોર્ક : ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પેલેસ્ટાઇનના પક્ષમાં રજૂ કરવામા આવેલા ઠરાવના તરફેણમાં મતદાન કરીને દુનિયાને ચોંકાવી દીધી છે. ભારતની રાજદ્વારી નીતિનો ઇઝરાયલ સતત વિરોધ કરી રહ્યું છે. ભારતે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન ટુ સ્ટેટ થિયરીના પક્ષમાં મતદાન કર્યું છે.

193 દેશમાંથી 145 દેશે તરફેણમાં મતદાન કર્યું

યુએનમાં પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસને સત્રમાં વિડીયો કોન્ફરન્સથી સંબોધિત કરવા દેવાનો ઠરાવ રજુ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અમેરિકાએ પેલેસ્ટિનિયન અધિકારીઓને વિઝા આપવાનો ઇનકાર કર્યો હતો. જેના કારણે તેઓ સત્રમાં રૂબરૂ હાજરી આપી શકયા ન હતા. જયારે યુએન 80માં સત્રમાં પેલેસ્ટાઇન રાજ્યની ભાગીદારી નામનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં કુલ 193 દેશમાંથી 145 દેશે તરફેણમાં મતદાન કર્યું હતું. જયારે પાંચ દેશે વિરુદ્ધમાં અને છ દેશ ગેરહાજર રહ્યા હતા.

પેલેસ્ટિનિયન રાષ્ટ્રપતિ 25 સપ્ટેમ્બરે વિશ્વ નેતાઓને સંબોધિત કરશે

જયારે આ ઠરાવ પર અમેરિકાએ ઇઝરાયલને સમર્થન આપ્યું હતું. અમેરિકા અને ઇઝરાયલ બંનેએ સંયુક્ત રીતે આ ઠરાવનો વિરોધ કર્યો હતો. જ્યારે ભારત તેને ટેકો આપનારા દેશોમાં સામેલ હતું.આ ઠરાવમાં પેલેસ્ટિનિયન પ્રતિનિધિઓને વિઝા નકારવા અને રદ કરવાના અમેરિકાના નિર્ણય પર દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું. યુએન જનરલ એસેમ્બલીના 80મા સત્રની સામાન્ય ચર્ચા 23 સપ્ટેમ્બરથી શરૂ થશે. જેમાં પેલેસ્ટિનિયન રાષ્ટ્રપતિ 25 સપ્ટેમ્બરે વિશ્વ નેતાઓને સંબોધિત કરશે.

આ પણ વાંચો…ભારતે યુએનમાં પેલેસ્ટાઇનને અલગ દેશ બનાવવાના સમર્થનમાં મતદાન કર્યું, અમેરિકા અને ઈઝરાયેલે વિરોધ કર્યો…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button