ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

અમેરિકાએ 19 ભારતીય કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યું…

India USA Relations: ભારત અને અમેરિકાના સંબંધમાં ખટાશ આવી શકે છે. અમેરિકાએ અનેક ભારતીય કંપનીઓ પર રશિયા સાથેના સૈન્ય સંબંધને લઈ પ્રતિબંધ લગાવ્યો છે. આ કારણે ભારતની ચિંતા વધી ગઈ છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આને લઈ તેઓ અમેરિકાસ સાથે વાત કરી રહ્યા છે.

આ પણ વાંચો : USA એ ભારતની આ શિપમેન્ટ કંપની પર પ્રતિબંધ લગાવ્યો! જાણો શું છે કારણ

યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ચીન, સ્વિટ્ઝર્લેન્ડ, થાઇલેન્ડ અને તુર્કીયેની કંપનીઓને પણ રશિયાને અદ્યતન ટેકનોલોજી અને ઉપકરણો પૂરા પાડવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વૈશ્વિક ચાંચિયાગીરી નેટવર્કને વિક્ષેપિત કરવા ઉપરાંત, આ કાર્યવાહીમાં સ્થાનિક રશિયન આયાતકારો અને રશિયાના સૈન્ય-ઔદ્યોગિક મથક માટે મુખ્ય ચીજવસ્તુઓ અને અન્ય સામગ્રીના ઉત્પાદકોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : USA Elections 2024: કેજરીવાલની ‘ફ્રી રેવડી’ પહોંચી અમેરિકા, ટ્રમ્પનો વીડિયો કર્યો શેર

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, ભારત આ મામલાને લઈ અમેરિકાના સંપર્કમાં છે. અમે 19 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ અંગેના યુએસ અહેવાલો જોયા છે. વ્યૂહાત્મક વેપાર પર ભારત એક મજબૂત કાનૂની અને નિયમનકારી માળખું ધરાવે છે. અમે યુએનએસસી રિઝોલ્યુશન 1540 પર યુએનએસસીનાં પ્રસ્તુત પ્રતિબંધોનો અસરકારક રીતે અમલ કરી રહ્યાં છીએ. અમે ભારતીય કંપનીઓને લાગુ પડતી નિકાસ નિયંત્રણની જોગવાઈઓ અને અમલમાં મુકાયેલા નવા પગલાંથી વાકેફ કરવા કામ કરી રહ્યા છીએ, જે ચોક્કસ સંજોગોમાં ભારતીય કંપનીઓને અસર કરી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker