ભારત વેનેઝુએલા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદશે, ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત

વોશિંગ્ટન : અમેરિકાએ વેનેઝુએલાના ક્રૂડ ઓઇલ ભંડારો પર કબજો કર્યો છે. તેની બાદ હવે ભારત વેનેઝુએલા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદશે તેવી જાહેરાત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે. તેમજ આ કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
આ અંગે વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી. અમેરિકા દ્વારા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો સામે કાર્યવાહી કર્યા પછી વેનેઝુએલાની ભારત સાથેની આ પહેલી વાતચીત હતી. હવે આ સંદર્ભમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ક્રૂડ ઓઇલ ખરીદી અંગે એક મહત્વપૂર્ણ દાવો કર્યો છે.
આપણ વાચો: અમેરિકાના પ્રતિબંધોને કારણે રશિયાએ ઘટાડ્યા ક્રૂડ ઓઇલના ભાવ, જાણો ભારતને ફાયદો થયો કે નુકસાન?
ભારત તરફથી કોઇ પ્રતિક્રિયા નહિ
ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, ભારત ઈરાનના બદલે વેનેઝુએલા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદશે. તેમણે ફ્લોરિડા જતી વખતે એર ફોર્સ વન પર મીડિયા સાથે વાત કરતા કહ્યું, કે અમારી પાસે પહેલાથી જ એક સમજૂતી છે.
ભારત જોડાઈ રહ્યું છે અને ઈરાનને બદલે વેનેઝુએલાથી ક્રૂડ ઓઇલ ખરીદશે. તેથી અમારી પાસે સમજૂતીનું માળખું તૈયાર છે. જોકે, આ અંગે ભારત તરફથી કોઇ પ્રતિક્રિયા આપવામાં નથી આવી
આપણ વાચો: રશિયાનું ક્રૂડ ઓઇલ ટેન્કર ભારત પહોંચતા પહેલા જ પાછું ફર્યું! અમેરિકાના દબાણને ભારત પર થશે અસર
ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને પણ ઓફર કરી
આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને વેનેઝુએલાના ક્રૂડ ઓઇલ ખરીદવા અપીલ કરી. તેમણે કહ્યું, “ચીનનું સ્વાગત છે કે તેઓ આવીને એક મહાન ક્રૂડ ઓઇલ સોદો કરે. અમે ભારત સાથે પહેલાથી જ એક સોદો કરી ચૂક્યા છીએ. ટ્રમ્પે અગાઉ કહ્યું હતું કે વેનેઝુએલાએ અમેરિકાને 52 અબજ યુએસ ડોલરના મૂલ્યના 50 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ ઓફર કરી હતી અને તેઓ તે સોદા માટે સંમત થયા હતા.



