ભારતે માનવ અધિકાર પરિષદમાં પાકિસ્તાનને લતાડયુ, કહ્યું અર્થવ્યવસ્થા પર ધ્યાન આપે

ન્યુયોર્ક : ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદમાં પાકિસ્તાનને લતાડયુ છે. ભારતે પાકિસ્તાનને ભડકાઉ નિવેદન આપવા બદલ ઘેર્યું હતું. જેમાં ભારતીય રાજદ્વારી ક્ષિતિજ ત્યાગીએ ખૈબર પખ્તુનખ્વામાં નાગરિકો પર પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવતા હુમલાનો મુદ્દો ઉઠાવ્યો.
તેમણે કહ્યું, પાકિસ્તાને પહેલા તેની અર્થવ્યવસ્થાને બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જે વેન્ટિલેટર પર છે. પરંતુ તે ત્યારે જ કરી શકશે જ્યારે તેની પાસે પોતાના લોકો પર બોમ્બમારો બંધ કરવાનો સમય હશે.
પાયાવિહોણા અને ઉશ્કેરણીજનક નિવેદનો આપીને પ્લેટફોર્મનો દુરુપયોગ
ભારતે પાકિસ્તાન પર ભારત વિરુદ્ધ પાયાવિહોણા અને ઉશ્કેરણીજનક નિવેદનો આપીને યુએનના પ્લેટફોર્મનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. જયારે માનવાધિકાર પરિષદના 60મા સત્રમાં ક્ષિતિજ ત્યાગીએ કહ્યું કે પાકિસ્તાને અર્થતંત્રને બચાવવા, સૈન્ય દ્વારા પ્રભુત્વ ધરાવતી તેની રાજનીતિમાં સુધારો કરવા અને માનવાધિકાર રેકોર્ડને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
જયારે વિચારધારાથી વિપરીત એક પ્રતિનિધિમંડળ ભારત વિરુદ્ધ પાયાવિહોણા અને ઉશ્કેરણીજનક નિવેદનો આપીને આ પ્લેટફોર્મનો સતત દુરુપયોગ કરી રહ્યું છે.
ભારતીય ક્ષેત્રને ખાલી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારી ભૂમિ પર નજર રાખવાના બદલે તેમણે ગેરકાયદે કબજામાં રાખેલા ભારતીય ક્ષેત્રને ખાલી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે. સોમવારે પાકિસ્તાને ખૈબર પખ્તુનખ્વાના એક ગામ પર રાતોરાત હવાઈ હુમલો કર્યો હતો. જેમાં 30 લોકો માર્યા ગયા. ભારતે પાકિસ્તાનના આ કૃત્ય બદલ તેને ઘેર્યું હતું.
કાઉન્સિલે નિષ્પક્ષ અને પક્ષપાત વિહીન અભિગમ અપનાવવો જોઈએ
ક્ષિતિજ ત્યાગીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કાઉન્સિલે બધા માટે સમાન, નિષ્પક્ષ અને પક્ષપાત વિહીન અભિગમ અપનાવવો જોઈએ. આપણા પ્રયાસોએ વિભાજન નહીં પણ એકતા અને સારા સહયોગને પ્રોત્સાહન આપવું જોઈએ.
તેમણે કહ્યું. અમને ચિંતા છે કે ચોક્કસ દેશો પરના અલગ અલગ નિર્ણયો અને આદેશો કાઉન્સિલના વાસ્તવિક કાર્યને આગળ વધારવાને બદલે પક્ષપાત અને પસંદગીની છબીને આગળ વધારી રહ્યા છે.
આ પણ વાંચો…‘હું ભારત-પાકિસ્તાન સહિત 7 યુદ્ધોનો અંત લાવ્યો’, UN મહાસભામાં ડૉનાલ્ડ ટ્રમ્પે ફરી કર્યો બફાટ