India Vs Sri Lanka: શ્રી લંકાના નૌકાદળના ગોળીબારમાં પાંચ ભારતીય ઘવાયા | મુંબઈ સમાચાર

India Vs Sri Lanka: શ્રી લંકાના નૌકાદળના ગોળીબારમાં પાંચ ભારતીય ઘવાયા

ભારત સરકારે શ્રી લંકાના હાઈ કમિશનને પાઠવવામાં આવ્યા સમન્સ

નવી દિલ્હી: ભારત અને શ્રીલંકા વચ્ચે ફરી એકવાર તણાવની સ્થિતિ જોવા મળી શકે છે. મંગળવારે ડેલ્ફ્ટ ટાપુ નજીક 13 ભારતીય માછીમારોને પકડતી વખતે શ્રીલંકાના નૌકાદળ દ્વારા ગોળીબારની ઘટના પ્રકાશમાં આવી હતી. શ્રીલંકાના નૌકાદળ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બે ભારતીય માછીમારોને ગંભીર ઇજાઓ પહોંચી હતી, આ મામલે ભારતે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

શ્રીલંકા નૌકાદળ દ્વારા ગોળીબાર
પ્રાપ્ત વિગતો અનુસાર મંગળવારે સવારે ડેલ્ફ્ટ ટાપુ નજીક શ્રીલંકાના નૌકાદળ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બે ભારતીય માછીમારો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેના પર ભારત તરફથી આકરી પ્રતિક્રિયા આવી હતી. ભારતમાં શ્રીલંકાના કાર્યકારી ઉચ્ચાયુક્તને વિદેશ મંત્રાલયમાં બોલાવવામાં આવ્યા હતા અને ગોળીબારની ઘટનાનો સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગોળીબારમાં અન્ય ત્રણ ભારતીય માછીમારો પણ ઘાયલ થયા હતા. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા ભારતે કહ્યું કે કોઈપણ સંજોગોમાં બળપ્રયોગ સ્વીકાર્ય નથી.

આ પણ વાંચો : ટીનેજ છોકરીઓના ટી-20 વર્લ્ડ કપમાં ભારતે શ્રીલંકાને કચડ્યું, પાકિસ્તાન સ્પર્ધાની બહાર જ ફેંકાઈ ગયું

મંત્રાલયે આપી માહિતી
મંત્રાલયે જણાવ્યું હતું કે આજે સવારે ડેલ્ફ્ટ ટાપુ નજીક 13 ભારતીય માછીમારોને પકડવા દરમિયાન શ્રીલંકાના નૌકાદળ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હોવાના અહેવાલો છે. માછીમારી કરવા માટે ગયેલી નાવ પર સવાર કુલ 13 માછીમારો પૈકી 2 માછીમારોને ગંભીર ઇજાઓ પહોંચી છે. જેમની હાલ જાફના ટીચિંગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

અન્ય ત્રણ માછીમારોને પણ સામાન્ય ઇજા
વધુમાં જણાવ્યું હતું કે અન્ય ત્રણ માછીમારોને પણ સામાન્ય ઇજાઓ પહોંચી હતી અને તેમને સારવાર આપવામાં આવી હતી. જાફનામાં ભારતીય કોન્સ્યુલેટના વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓએ ઇજાગ્રસ્ત માછીમારોની મુલાકાત લીધી છે અને તેમની તબિયત પૂછી અને માછીમારો અને તેમના પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

સંબંધિત લેખો

Back to top button