ઇન્ટરનેશનલ

ભારત રાજકીય નિર્ણયો લેવા માટે કોઇના પર આધાર નથી રાખતો…

રાજદ્વારી તણાવ વચ્ચે કેનેડાએ મોદી સરકારના અલ્ટીમેટમ બાદ ભારતમાંથી તેના 41 રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા છે. આ માહિતી કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ ગુરુવારે ઓટાવામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપી હતી. ત્યારે કેનેડાના એક પૂર્વ રાજદ્વારીએ કહ્યું હતું કે ભારતે કેનેડિયન રાજદ્વારીને દેશ છોડવા માટે કહ્યું તે કોઇ સામાન્ય ઘટના નથી. આ આખી પ્રક્રિયા વચ્ચે ખાસ બાબત એ બની કે કેનેડાના ઘણા મોટા નેતાઓએ પોતાના નિવેદનો આપ્યા જેમાં તે તમામના નિવેદનોમાં એક કોમન વાત એ છે કે તેમને છેલ્લા 40થી 50 વર્ષ સુધી ક્યારેય ભારતે આવું કોઇ પગલું ભર્યું હોય તેવી કોઇ ઘટના બની નથી. તેમજ ભારત હવે સક્ષમ દેશ તરીકે ઊભરી આવ્યો છે. ભારત હવે પોતાના રાજકીય નિર્ણયો લેવા માટે બીજા કોઇ દેશ પર આધાર નથી રાખતો.

જોકે, ભારતમાં કેનેડિયન રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવાની નિશ્ચિત તારીખ 10 ઓક્ટોબર હતી. આ ઉપરાંત કેનેડાએ ભારત સાથે ખાનગી વાતચીત દ્વારા આ મામલો ઉકેલવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ આ મંત્રણામાં નિષ્ફળતા મળી હતી.


કેનેડાના વિદેશ પ્રધાન જોલીએ કહ્યું હતું કે ભારતે 20 ઓક્ટોબર પછી 21 કેનેડિયન રાજદ્વારીઓ સિવાય તમામની રાજદ્વારી પ્રતિ રક્ષા સમાપ્ત કરવાની યોજના વિશે અમને જાણ કરી હતી. આ તમામ રાજદ્વારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા છે.


ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર ગંભીર આરોપ લગાવ્યા બાદ બંને દેશો વચ્ચે રાજદ્વારી તણાવ ચરમ પર પહોંચ્યો છે. કેનેડાના વિદેશ પ્રધાને કહ્યું હતું કે કેનેડાએ નિર્ણય લીધો છે કે તે ભારતના આ પગલા પર કોઈ પ્રતિક્રિયા નહીં આપે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button