પીસીબીની અનોખી માંગણી, BCCI લેખિતમાં જવાબ આપે કે…
કરાંચીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ઇચ્છે છે કે ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ (BCCI) એ લેખિત પુરાવા આપવા જોઇએ કે ભારત સરકારે સુરક્ષા કારણોસર ટીમને આવતા વર્ષની ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. યજમાન બોર્ડ આ મામલાને ઝડપથી ઉકેલવા માંગે છે, કારણ કે ટૂર્નામેન્ટ આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાવાની છે.
આઇસીસીની વાર્ષિક કોન્ફરન્સ 19 જુલાઈએ કોલંબોમાં યોજાશે જેમાં ‘હાઈબ્રિડ મોડલ’ પર ચર્ચા એજન્ડામાં નથી. આ અંતર્ગત ભારતીય ટીમ પોતાની મેચ યુઇએમાં રમશે. પીસીબીના એક સૂત્રએ કહ્યું કે જો ભારત સરકારે પરવાનગી ન આપી હોય તો તે લેખિતમાં આપવી પડશે અને બીસીસીઆઈએ તે પત્ર તરત જ આઈસીસીને આપવો જોઈએ.
તેમણે કહ્યું હતું કે અમે સતત કહી રહ્યા છીએ કે બીસીસીઆઇએ પાંચ-છ મહિના પહેલા ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જતી ટીમ વિશે આઇસીસીને લેખિતમાં જાણ કરવી જોઈએ. બીસીસીઆઇ હંમેશાં કહે છે કે પાકિસ્તાનમાં રમવાનો નિર્ણય સરકારનો હશે અને 2023 વન-ડે એશિયા કપમાં પણ ભારતની મેચો શ્રી લંકામાં હાઈબ્રિડ મોડલ પર રમાઈ હતી.
આ પણ વાંચો : કપિલ દેવની વાત સાંભળીઃ Anshuman Gaikwadને BCCIએ કરી એક કરોડની મદદ…
પીસીબીએ ચેમ્પિયન્સ ટ્રોફીનો ડ્રાફ્ટ શેડ્યૂલ આઈસીસીને સુપરત કર્યો છે જેમાં ભારતની તમામ મેચો, સેમિફાઈનલ અને ફાઈનલ લાહોરમાં યોજાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1 માર્ચે મેચ રમાવાની છે. ટૂર્નામેન્ટ 19 ફેબ્રુઆરીએ કરાચીમાં શરૂ થશે અને ફાઈનલ 9 માર્ચે લાહોરમાં રમાશે. ફાઇનલમાં એક દિવસ રિઝર્વ રખાયો છે. બીસીસીઆઇના સૂત્રોએ કહ્યું હતું કે ટીમ પાકિસ્તાન જવાની નથી અને આવી સ્થિતિમાં આઇસીસી મેનેજમેન્ટ વધારાનું બજેટ ફાળવી શકે છે