ઇન્ટરનેશનલનેશનલ

ડ્રેગન ઔર પાસઃ ભારતે ચીની નાગરિકો માટે નવા ઇ-બિઝનેસ વિઝા શરૂ કર્યા

બીજિંગઃ ભારતે ચીની નાગરિકો માટે નવા ઇ-બિઝનેસ વિઝા શરૂ કર્યા છે. ભારતે ઇ-બી૪ વિઝા નામનો ઇ-પ્રોડક્શન ઇન્વેસ્ટમેન્ટ બિઝનેસ વિઝા શરૂ કર્યો છે. ચીની ઉદ્યોગપતિઓ ચોક્કસ વ્યવસાયિક પ્રવૃતિઓ માટે ભારત આવવા માટે અરજી કરી શકે છે, જેમાં ઇક્વિપમેન્ટનું ઇન્સ્ટોલેશન અને કમિશનિંગનો સમાવેશ થાય છે.

ભારતીય દૂતાવાસની વેબસાઇટ પર એક નવી એડવાઇઝરીમાં જણાવાયું છે કે ૧લી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલા ઇ-બી૪ વીઝા માટે દૂતાવાસ કે એજન્ટની મુલાકાત લીધા વિના ઓનલાઇન અરજી કરી શકાય છે.

આપણ વાચો: દક્ષિણ ચીની સમુદ્રમાં ભારતે ત્રણ યુદ્ધ જહાજ તહેનાત કર્યા

ભારતની મુલાકાત લેવા માટે બિઝનેસ વીઝાની વધતી માંગને ધ્યાનમાં રાખીને આ નવા વીઝા શરૂ કરવામાં આવ્યા છે. આ વીઝા લગભગ ૪૫ થી ૫૦ દિવસમાં જારી કરવામાં આવશે. જેમાં ભારતમાં છ મહિના સુધી રહેવાની મંજૂરી મળશે.

એડવાઇઝરી અનુસાર આ વીઝા ઇન્સ્ટોલેશન અને કમિશનિંગ, ક્વાલિટી ચેક અને જરૂરી મેન્ટેનન્સ, પ્રોડક્શન, આઇટી અને ઇઆરપી રેમ્પ-અપ, ટ્રેનિંગ, વેન્ડર્સને પેનલમાં સામેલ કરવા માટે સપ્લાય ચેન ડેવલપમેન્ટ, પ્લાન્ટ ડિઝાઇન અને સેટઅપ, સિનિયર મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ્સ માટે અરજી કરી શકાય છે.

આપણ વાચો: ઋતુરાજ-વિરાટની ધમાકેદાર સદી બાદ ભારતે સાઉથ આફ્રિકાને આપ્યો 359 રનનો લક્ષ્યાંક…

તાજેતરના મહિનાઓમાં ભારત અને ચીને બંને દેશોના સંબંધોને ફરીથી સારા બનાવવા માટે લોકો-કેન્દ્રિત ઘણા પગલાં પર સહમતિ વ્યક્ત કરી છે.

જે ભારતીય કંપનીઓ ઇ-બી૪ વીઝા પર ચીની નાગરિકોને પ્રવૃતિઓ માટે આમંત્રિત કરવા માંગે છે તે ડીપીઆઇઆઇટીના એનએસડબ્લ્યુએસ(નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમ) પોર્ટલ પર નોંધણી કરાવીને અરજી કરી શકે છે. તેમજ અરજદારો https://indianvisaonline.gov.in પોર્ટલ પર ઇ-બી૪ વિઝા માટે ઓનલાઇન અરજી કરી શકે છે.

સંબંધિત લેખો

Back to top button