ભારતે નેપાળ ટ્રેન સેવા અનિશ્ચિતકાળ માટે બંધ કરવામાં આવી, મુસાફરો પરેશાન | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

ભારતે નેપાળ ટ્રેન સેવા અનિશ્ચિતકાળ માટે બંધ કરવામાં આવી, મુસાફરો પરેશાન

નવી દિલ્હી : નેપાળમાં સોશિયલ મીડિયા પરના પ્રતિબંધ બાદ થયેલી હિંસામાં 19 લોકોના મોત છે જયારે 300 થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમજ તેની બાદ વડાપ્રધાન કેપી ઓલી અને રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે રાજીનામું આપી દીધું છે. જેના પગલે ભારતે સુરક્ષાને ધ્યાનના રાખીને નેપાલ સાથેનો ટ્રેન સેવા અનિશ્ચિતકાળ માટે બંધ કરી દીધી છે.

જયનગર રેલ્વે સ્ટેશન પર સન્નાટો છવાઈ ગયો

ભારતે વધતા તણાવના લીધે આ નિર્ણય લીધો છે. તેની બાદ મધુબનીના જયનગર રેલ્વે સ્ટેશન પર સન્નાટો છવાઈ ગયો હતો. સુરક્ષાને જોતા બંને રેકન જયનગર રેલ્વે સ્ટેશન પર મૂકી દેવામાં આવી છે. આ અંગે સ્ટેશન અધિક્ષકે જણાવ્યું હતું કે
મંગળવાર સવાર વાળી ટ્રેન ગઈ હતી અને પરત ફરી હતી.

મુસાફરોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો

જયારે બીજી તરફ જયનગર સ્થિત નેપાલી રેલ્વે સ્ટેશન પર યાત્રીઓ ટ્રેનની રાહ જોતા જોવા મળ્યા હતા. જોકે, ટ્રેન બંધ કરવાના નિર્ણયથી મુસાફરોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. તેમજ હાલ રેલ્વે દ્વારા અનિશ્ચિતકાળ માટે બંધ કરવામાં આવી છે. જેની જાણકારી મળતા મુસાફરો મૂંઝવણમાં મુકાયા હતા.

નેપાળમાં હાલત સામાન્ય ન થાય ત્યાં સુધી રેલ્વે સેવા બંધ રહેશે

આ અંગે રેલ્વે વિભાગના જણાવ્યા અનુસાર રેલ્વે સેવા પુન: શરૂ કરવા માટે કોઈ સમય સીમા નક્કી કરવામાં આવી નથી. તેમજ જ્યાં સુધી નેપાળમાં હાલત સામાન્ય ન થાય ત્યાં સુધી રેલ્વે સેવા બંધ રહેશે. સ્થાનિક વહીવટીતંત્ર સાથે સુરક્ષા એજન્સીઓ પણ બોર્ડર ક્ષેત્રોમાં સતર્કતા વધારી છે. મુસાફરોને અપીલ છે કે યાત્રા પૂર્વે રેલ્વેએ તેની વેબસાઈટ અથવા હેલ્પ લાઈન નંબર પરથી જાણકારી મેળવી લે

આ પણ વાંચો…નેપાળમાં અરાજકતાઃ પીએમ ઓલીએ આખરે આપ્યું રાજીનામું, રાષ્ટ્રપતિ ભવનમાં આગચંપી…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button