ઇન્ટરનેશનલ

હમાસના હુમલા વચ્ચે ભારતે ઈઝરાયેલમાં પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી…

આજે ગાઝા પટ્ટીથી ઇઝરાયેલ તરફ હજારો રોકેટ છોડવામાં આવ્યા હતા. હમાસે હુમલાની જવાબદારી સ્વીકારી છે અને તેને ઈઝરાયેલ વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી ગણાવી છે. હમાસે ગાઝા પટ્ટીમાંથી 5,000 થી વધુ રોકેટ છોડ્યા હતા. હમાસના આતંકવાદીઓ ઈઝરાયેલના સરહદી વિસ્તારોમાં ઘૂસી ગયા છે અને કેટલાક સૈન્ય વાહનોને કબજે કરી લીધા છે. તેના જવાબમાં ઈઝરાયેલે પણ ચાર્જ સંભાળી લીધો છે અને ગાઝા પર હવાઈ હુમલા શરૂ કર્યા છે. ઈઝરાયેલની સેનાએ ગાઝા પટ્ટીમાં હમાસ વિરુદ્ધ ‘ઓપરેશન આયર્ન સ્વોર્ડ્સ’ શરૂ કર્યું છે. ઈઝરાયેલ પર હમાસના આતંકવાદીઓના હુમલા વચ્ચે ભારતે ઈઝરાયેલમાં પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. હમાસે ઈઝરાયેલ પર 5000 થી વધુ રોકેટ છોડ્યા, આતંકવાદીઓ સરહદી શહેરોમાં ઘૂસ્યા.

ઈઝરાયેલ પર હમાસના હુમલાને કારણે ભારતે ઈઝરાયેલમાં પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. ઇઝરાયેલમાં રહેતા ભારતીય નાગરિકો માટે શનિવારે ઇઝરાયેલમાં ભારતીય દૂતાવાસે જારી કરેલી એડવાઈઝરીમાં ભારતીયોને બિનજરૂરી હિલચાલ ટાળવા અને સલામતી સ્થળોની નજીક રહેવા માટે કહેવામાં આવ્યું છે. ભારતીય દૂતાવાસે નાગરિકોને એલર્ટ રહેવા અને સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા જારી કરાયેલા તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવા જણાવ્યું છે

હમાસના રોકેટ હુમલામાં એક મહિલાનું મોત થયું હતું અને અન્ય 16 લોકો ઘાયલ થયા હતા. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાનના કાર્યાલયમાંથી જારી કરાયેલા નિવેદન અનુસાર, સંરક્ષણ પ્રધાન યોવ ગાલાન્ટે IDFની જરૂરિયાતો અનુસાર અનામત સૈનિકોના ડ્રાફ્ટને મંજૂરી આપી છે. વડા પ્રધાનના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સુરક્ષા સંસ્થાઓના તમામ વડાઓ સાથે વર્તમાન સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા સંરક્ષણ મંત્રાલયના મુખ્યાલય માટે રવાના થયા છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચીફ ઓફ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ હરઝી હલેવી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે અને એક્શન પ્લાનને મંજૂરી આપી રહ્યા છે.

હમાસના નેતા મોહમ્મદ અલ-દેઈફે પણ ઈઝરાયેલ વિરુદ્ધ નવા સૈન્ય ઓપરેશન “અલ-અક્સા ફ્લડ”ની શરૂઆતની જાહેરાત કરી છે. હમાસના રોકેટ હુમલામાં એક મહિલાનું મોત થયું હતું અને અન્ય 16 લોકો ઘાયલ થયા હતા. ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ કહ્યું- અમે આતંકવાદીઓને એવો પાઠ ભણાવીશું જેની તેમણે અપેક્ષા પણ નહીં કરી હોય.
હમાસની સૈન્ય શાખાના વડા મોહમ્મદ ડેઇફે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘અમે દુશ્મનને ચેતવણી આપી હતી કે અલ-અક્સા મસ્જિદ સામે તેની આક્રમકતા ચાલુ ન રાખે.’ ઇઝરાયેલી સેનાએ ગાઝા પટ્ટીની નજીકના શહેરોના રહેવાસીઓને તેમના ઘરોમાં રહેવા અને બાકીના લોકોને બોમ્બ આશ્રયસ્થાનોની નજીક રહેવા સૂચનાઓ જારી કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button