2025 સુધીમાં ભારતમાં ભૂગર્ભજળની ગંભીર અછત વર્તાશે: UN રિપોર્ટ
સંયુક્ત રાષ્ટ્રના એક નવા રિપોર્ટ અનુસાર ભારતમાં સિંધુ-ગંગાના મેદાનના કેટલાક ક્ષેત્રો પહેલા જ ભૂગર્ભજળની ગંભીર અછતથી પીડાઇ રહ્યા છે અને ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં વર્ષ 2025 સુધી ભૂગર્ભજળ ઉપલબ્ધતાનું ગંભીર સંકટનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.
‘ઇન્ટરકનેન્કટેડ ડિઝાસ્ટર રિસ્ક રિપોર્ટ 2023’ શીર્ષકથી સંયુક્ત રાષ્ટ્ર વિશ્વવિદ્યાલય- પર્યાવરણ અને માનવ સુરક્ષા સંસ્થાન દ્વારા પ્રકાશિત રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વિશ્વમાં પર્યાવરણીયને લગતા 5 સંકટનું જોખમ તોળાઇ રહ્યું છે. ઝડપથી વિલુપ્ત થવું, ભૂગર્ભજળની અછત, ગ્લેશિયરનું પીગળવું, અંતરિક્ષનો કાટમાળ, અસહ્ય ગરમી અને ભવિષ્યની અનિશ્ચિતતાઓ.
ભૂમિગત જળસ્ત્રોત અપર્યાપ્ત બને ત્યારે કૃષિ માટે આશરે 70 ટકા ભૂગર્ભજળ નિકાસનો ઉપયોગ કરવામાં આવે છે. દુકાળ પડે ત્યારે થનારા કૃષિ નુકસાન ઓછું કરવામાં આ ભૂમિગત જળ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જળવાયુ પરિવર્તનના કારણે આ પડકાર ઝીલવો વધુ અઘરો સાબિત થઇ રહ્યો છે.
ભારત દુનિયામાં ભૂગર્ભજળનો સૌથી મોટો ઉપયોગકર્તા છે. જે અમેરિકા અને ચીનના સંયુક્ત ઉપયોગથી પણ વધારે છે. ભારતના ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં આવેલા દેશની 1.4 અબજની વસ્તી માટે અનાજનો મોટાભાગનો પુરવઠો પૂરો પાડે છે. જેમાં પંજાબ અને હરિયાણા રાજ્ય દેશભરમાં ચોખા ઉત્પાદનના 50 ટકા અને 85 ટકા ઘઉંનું ઉત્પાદન કરે છે. રિપોર્ટમાં કહેવાયું છે કે પંજાબમાં 78 ટકા કૂવામાં પાણીની અછત છે તેમજ ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં 2025 સુધીમાં ભૂગર્ભજળની ગંભીર અછતનો અનુભવ થવાનું અનુમાન છે.