ઇન્ટરનેશનલ

ભારતે પાકિસ્તાનને આ રમતમાં આપી કારમી હાર…

ભારતીય પુરૂષ ટીમે કટ્ટર હરીફ પાકિસ્તાનને 61-14થી હરાવી એશિયન ગેમ્સની કબડ્ડી ઈવેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે બે વખતની ભૂતપૂર્વ ચેમ્પિયન મહિલા ટીમે નેપાળને 61-17થી હરાવીને સતત ચોથી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જકાર્તા 2018 ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય પુરૂષ ટીમ ટેકનિકલી રીતે પાકિસ્તાન કરતા ચડિયાતી હતી.

ચીનના હાંગઝોઉ શહેરમાં 19મી એશિયન ગેમ્સ ચાલી રહી છે. આ વખતે ભારતે આ ગેમ્સમાં ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. ભારતે અત્યાર સુધી એક જ એશિયન ગેમ્સમાં સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. ભારત હજુ પણ અન્ય ઘણી રમતોમાં મેડલ જીતી શકે છે. ભારતીય પુરૂષ ટીમ ઉપરાંત મહિલા કબડ્ડી ટીમે પણ બે વખતની ભૂતપૂર્વ ચેમ્પિયન મહિલા ટીમ નેપાળને 61-17થી હરાવીને સતત ચોથી વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે.


પ્રથમ સત્રના અંતે તેની પાસે 30-5ની લીડ હતી. સતત સાત વખત ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય ટીમને ગત વખતે સેમિફાઈનલમાં ઈરાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. 1990માં એશિયન ગેમ્સમાં કબડ્ડીને સામેલ કરવામાં આવ્યા બાદ પ્રથમ વખત ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. ફાઇનલમાં ભારતનો મુકાબલો ઈરાન અને ચીની તાઈપે વચ્ચેની મેચના વિજેતા સાથે થશે. મહિલા વર્ગમાં છેલ્લી ટુર્નામેન્ટની રનર-અપ ભારતને નેપાળ સામે રમવાનો મોકો મળ્યો હતો. પૂજા હાથવાલા અને પુષ્પા રાણાએ રેઇડનું નેતૃત્વ કર્યું અને હાફ ટાઇમમાં ભારતને 29-10ની લીડ અપાવી. ભારતે આ મેચમાં નેપાળને પાંચ વખત ઓલઆઉટ કર્યું હતું.


ભારતીય મહિલા ટીમે અત્યાર સુધી ચારેય વખત એશિયન ગેમ્સની ફાઇનલમાં જગ્યા બનાવી છે. એશિયન ગેમ્સમાં પદાર્પણ કરી રહેલી ઝારખંડની અક્ષિમાએ પણ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું અને સફળતાપૂર્વક રેઇડ કરી અને બે ટચ પોઇન્ટ પણ મેળવ્યા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button