ટેરિફ વિવાદ બાદ અમેરિકામાં ભારતની નિકાસ ઘટી, સોનાની આયાતમાં પણ ઘટાડો...
Top Newsઇન્ટરનેશનલ

ટેરિફ વિવાદ બાદ અમેરિકામાં ભારતની નિકાસ ઘટી, સોનાની આયાતમાં પણ ઘટાડો…

નવી દિલ્હી : અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફ બાદ પણ ઓગસ્ટ 2025માં ભારતે સૌથી વધુ નિકાસ અમેરિકામાં કરી છે. જોકે, ભારત દ્વારા કરવામાં અમેરિકામાં કરવામાં આવતી નિકાસમાં ઘટાડો થયો છે.

આ અંગે વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, ઓગસ્ટ 2025 માં ભારતની કુલ નિકાસ 6.7 ટકા વધીને 35.1 બિલિયન ડોલર થઈ છે. જ્યારે કુલ આયાત 10.12 ટકા ઘટીને 61.59 બિલિયન ડોલર થઈ છે.

અમેરિકામાં નિકાસ લગભગ 14 ટકા ઘટી
આ અંગે જાહેર કરાયેલા આંકડા મુજબ ઓગસ્ટમાં ભારતની અમેરિકામાં નિકાસ લગભગ 14 ટકા ઘટીને 6.86 બિલિયન ડોલર થઈ ગઈ હતી.

જે જુલાઈમાં 8 બિલિયન ડોલર હતી.તેની બાદ સંયુક્ત આરબ અમીરાત 3.24 બિલિયન ડોલર સાથે બીજા ક્રમે અને નેધરલેન્ડ્સ 1.83 બિલિયન ડોલરની નિકાસ સાથે ત્રીજા ક્રમે છે. ભારત દ્વારા નિકાસ કરવામાં આવી રહેલા દેશોમાં ચીન 1.21 બિલિયન ડોલર સાથે ચોથા ક્રમે છે. જ્યારે બ્રિટન 1.14 બિલિયન ડોલર સાથે પાંચમા ક્રમે છે.

આયાતના આંકડા મુજબ ચીન મોખરે
જયારે ભારત દ્વારા કરવામાં આવતી આયાતના આંકડા મુજબ ચીન 10.91 બિલિયન સાથે મોખરે રહ્યું છે. જયારે 4.83 બિલિયન ડોલર સાથે રશિયા બીજા ક્રમે છે.

યુએઈ પાસેથી 4.66 બિલિયન ડોલર, અમેરિકા પાસેથી 3.6 બિલિયન ડોલર અને સાઉદી અરેબિયા પાસેથી 2.5 બિલિયન ડોલરની આયાત કરવામાં આવી છે.

સોનાની આયાતમાં પણ ઘટાડો
આ ઉપરાંત ઓગસ્ટ માસમાં સોનાની આયાત 56. 67 ટકા ઘટીને 5.43 અબજ ડોલર થઈ છે જે ગયા વર્ષના ઓગસ્ટમાં 12.55 અબજ ડોલર હતી. સત્તાવાર માહિતી દર્શાવે છે કે ઓગસ્ટ 2025માં સર્વિસ નિકાસ 34.06 અબજ ડોલર અને સર્વિસ આયાત 17.45 અબજ ડોલર રહી હતી.

એપ્રિલ-ઓગસ્ટ 2025માં સેવા નિકાસ 165.22 અબજ ડોલર અને સર્વિસ આયાત 84.25 અબજ ડોલર રહી હતી. જેના કારણે સર્વિસ નિકાસ વેપાર સરપ્લસ 80.97 અબજ ડોલર થયો હતો. ગયા વર્ષના સમાન સમયગાળામાં આ આંકડો 68.25 અબજ ડોલર હતો.

આ પણ વાંચો…ટ્રમ્પના ટેરિફથી જેમ્સ એન્ડ જ્વેલરીના ઓર્ડર ઘટતાં ફ્રી ડ્યુટી કન્ટ્રી પર નજર

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button