નાગરિકતા સંશોધન કાનૂન મુદ્દે અમેરિકાને ભારતનો જવાબ, કહ્યું ‘CAA અમારો આંતરિક મામલો’

ભારતે નાગરિક્તા સંસોધન કાનૂનને લઈને અમેરિકા દ્વારા ચિંતા વ્યક્ત કરવા અંગે વાંધો ઉઠાવ્યો છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે કહ્યું કે આ ભારતનો આંતરિક મામલો છે. તેમાં અમેરિકાની ટિપ્પણી અયોગ્ય તથા અનિચ્છનિય છે. તે ઉપરાંત ભારતના CAA કાનુન અંગે અમેરિકા પાસે ખોટી જાણકારી છે.
અમેરિકાને જવાબ આપતા વિદેશ વિભાગના પ્રવક્તા રણધીર જ્યસ્વાલે કહ્યું કે નાગકિક્તા સુધારા કાયદો વર્ષ 2019 ભારતનો આંતરિક મામલો છે, અને તેના અમલીકરણ પર અમેરિકાનું નિવેદન ખોટી જાણકારીવાળું અને અયોગ્ય છે. તેમણે વધુમાં કહ્યું કે આ કાયદો અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશના લઘુમતી હિંદુ, શીખ, બૌધ્ધ, પારસી અને ઈસાઈ ધર્મના પ્રતાડિત લોકો કે જેઓ 31 ડિસેમ્બર 2014 અગાઉ ભારતમાં આવી ચુક્યા છે તેમને સુરક્ષિત રાજ્યાશ્રય આપે છે. CAAથી નાગરિક્તા આપવામાં આવશે પણ કોઈની નાગરિક્તા છિનવી લેવામાં નહીં આવે. આ કાયદો માનવિય ગરિમા આપે છે અને માનવાધિકારોનું સમર્થન કરે છે.
ઉલ્લેખનિય છે કે CAA કાનુનને લઈને અમેરિકાએ પ્રતિક્રિયા આપી હતી કે અમેરિકા ભારત દ્વારા આ કાયદાના અમલને લઈને ચિંતિત છે. તેણે કહ્યું કે કાનુનને લાગુ કરવાને લઈને અમારી નજર છે. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે એક સવાલના જવાબમાં પત્રકારોને કહ્યું 11 માર્ચે નાગરિક્તા સંસોધન કાનુનની નોટિફિકેશનને લઈ અમે ચિંતિત છીએ.
મિલરે વધુમાં કહ્યું કે અમે નજર છે કે ભારત કઈ રીતે આ કાનુનને લાગુ કરે છે. ધાર્મિક આઝાદી અને કાનુન હેઠળ તમામ ધર્મો માટે સમાન વ્યવહાર મુળભૂત લોકતાંત્રિક સિદ્ધાંત છે. ઉલ્લેખનિય છે કે સંયુક્ત રાષ્ટ્રે પણ ભારતમાં CAA લાગુ કરવાને લઈને ભારત સરકારની ટિકા કરી હતી અને તેને ભેદભાવપૂર્ણ ગણાવ્યો હતો. નાગરિક અધિકાર સમુહોએ પણ આ કાયદાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. જેને ભારતે ફગાવી દીધી છે.