ઇન્ટરનેશનલનેશનલ

Canada એ બળતામાં ઘી હોમ્યું! ભારત પર લગાવ્યો દખલગીરીનો આરોપ, વિદેશ મંત્રાલયે કહી આ વાત

નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી ભારત અને કેનેડા વચ્ચે ચાલતો ખટરાગ બધાને ઉડીને આંખે વળગે છે. આ બંને દેશો વચ્ચે સબંધો સુધરવાને બદલે દિવસેને દિવસે વણસતા જાય છે. (India Canada Relations) જ્યારે પહલેથી જ બંને દેશો વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું તેવામાં કેનેડાએ તેના દેશની ચૂંટણીમાં ભારતની દખલગીરીનો આરોપ લગાવીને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. આ તમામ આરોપોને પાયા વિહોણા ગણીને વિદેશ મંત્રાલયે કેનેડાના દાવાને રદિયો આપી દીધો હતો.

ગ્લોબલ ન્યૂઝ આઉટલેટના તાજેતરના દસ્તાવેજને ટાંકીને, ભારતને ‘ચિંતાનો વિષય’ તરીકે વર્ણવવામાં આવ્યું હતું. આ રિપોર્ટ કેનેડિયન સિક્યુરિટી ઈન્ટેલિજન્સ સર્વિસ (CSIS) દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ભારત પર ગંભીર આરોપ લગાવતા કહેવામાં આવ્યું હતું કે, FI (વિદેશી હસ્તક્ષેપ) પ્રવૃત્તિઓમાં ભારતની સંડોવણી જણાવવામાં આવી હતી.

ફોરેન મિનિસ્ટ્રીના પ્રવકતા રણધીર જયસવાલે કહ્યું કે કોઈ પણ દેશની લોકતાંત્રિક પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવો એ ભારત સરકારની નીતિ છે જ નહીં. પરંતુ ખુદ કેનેડા જ ભારતના આંતરિક મામલાઓ દખલગીરી કરે છે.

પત્રકારો સાથે વાત કરતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા જયસ્વાલે કહ્યું કે તેમણે મીડિયા રિપોર્ટ્સ જોયા છે. કેનેડિયન કમિશન વિદેશી હસ્તક્ષેપ કેસની તપાસ કરી રહ્યું છે. ભારતે કેનેડા દ્વારા કરવામાં આવેલા આવા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને તેને મજબૂતી સાથે ફગાવી પણ દેશે.

આપને જણાવી દઈએ કે કેનેડાની ધરતી પર ખાલિસ્તાની અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં પણ નવી દિલ્હી પર પાયાવિહોણા આરોપો લગાવવામાં આવ્યા હતા. આ આરોપો બાદ બંને દેશો વચ્ચેના સંબંધો અત્યંત તંગ બની ગયા હતા. આ પછી બંને દેશો દ્વારા ઘણા કડક પગલા પણ લેવામાં આવ્યા હતા. તે જ સમયે, બંને દેશો દ્વારા સંબંધો સુધારવા અને તેમને વધુ બગડવા ન દેવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker