ભારતની મોટી સફળતા, અમેરિકાએ પહલગામ હુમલા બાદ ધ રેજિસ્ટેંસ ફ્રન્ટને આતંકી સંગઠન જાહેર કર્યું

ન્યુયોર્ક : જમ્મુ કાશ્મીરમાં પહલગામ હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂરથી આતંકવાદ વિરુદ્ધ અભિયાન તેજ કર્યું હતું. જેની બાદ ભારતે અલગ અલગ દેશોમાં પ્રતિનિધિમંડળ મોકલીને ભારતના આ અભિયાનને વધુ વેગ આપ્યો હતો. જેની અસર હવે જોવા મળી રહી છે. જેના પગલે અમેરિકાએ પહલગામ આતંકી હુમલામાં બાદ જવાબદાર પાકિસ્તાન સમર્થિત ધ રેજિસ્ટેંસ ફ્રન્ટ ને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. આ સંગઠને એપ્રિલ મહિનામાં જમ્મુ કાશ્મીરના પહલગામ હુમલાની જવાબદારી લીધી હતી.
વિદેશ મંત્રી માર્કો રૂબિયાએ જાણકારી આપી
ભારતના સતત પ્રયત્નો બાદ અમેરિકાએ એ બાબતને સ્વીકારી છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયાએ આ અંગે જાણકારી આપી હતી. ટીઆરએફએ લશ્કરે એ તૈયબાના સાથી સંગઠન જેને યુએને પહેલા આતંકવાદી સંગઠન જાહેર કરીને તેની પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ સંગઠને 22 એપ્રિલના પહલગામ હુમલાની જવાબદારી લીધી હતી જેમાં 26 ભારતીય પ્રવાસીઓના મોત થયા હતા.
અમેરિકાએ કહ્યું આતંકવાદ સામે લડવા
અમેરિકાના વિદેશ મંત્રાલયે જણાવ્યું જે ટીઆરએફને આતંકવાદી સંગઠન જાહેર કરવું એ ટ્રમ્પ વહીવટીતંત્રની રાષ્ટ્રીય સુરક્ષા હિતોનું રક્ષણ કરવા, આતંકવાદ સામે લડવા અને પહલગામ હુમલા માટે ન્યાય અપાવવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. ટીઆરએફ એ પહેલગામ હુમલાની જવાબદારી લીધી હતી.જેને અમેરિકન અધિકારીઓએ લશ્કર-એ-તૈયબા દ્વારા વર્ષ2008 ના મુંબઈ હુમલા બાદ ભારતમાં નાગરિકો પરનો સૌથી ઘાતક આતંકવાદી હુમલો ગણાવ્યો હતો.
આ પણ વાંચો…BRICS સમિટમાં પહલગામ હુમલાની કડક નિંદા; આતંકવાદને આશ્રય આપનારા દેશો સામે કાર્યવાહી થશે…