ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, અમેરિકા ભારત પર લગાવી શકે છે 20 થી 25 ટેરિફ…

સ્કોટલેન્ડ : ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ હજુ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. આ દરમિયાન અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તે ભારત પર 20 થી 25 ટકા ટેરિફ લાદી શકે છે. બંને દેશો વચ્ચે ટેરિફ ડીલ માટે 1 ઓગસ્ટની ડેડલાઈન નક્કી કરવામાં આવી છે.
સ્કોટલેન્ડથી અમેરિકા જતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે આ વાત મીડિયાને જણાવી હતી. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત મારો મિત્ર દેશ છે. મારી અપીલ પર પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ કર્યું હતું. ભારત સાથે હજુ ટ્રેડ ડીલ નથી થઈ. પરંતુ ભારત અન્ય દેશો કરતા વધુ ટેરિફ વસુલે છે.
અમેરિકા સાથે હજુ અમુક દેશોએ જ ટ્રેડ ડીલ કરી
ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ ડીલ માટે 1 ઓગસ્ટની ડેડલાઈન નક્કી કરવામાં આવી છે. જો ત્યાં સુધી ટ્રેડ ડીલ નહી થાય તો અમેરિકા રેસિપ્રોક્લ ટેક્સ વસુલવાની શરુઆત કરશે. ડોનાલ્ડ ટ્રમ્પે આ પૂર્વે એપ્રિલ માસમાં તમામ દેશો પર ઉચ્ચ ટેરિફ દરની જાહેરાત કરી હતી.
જોકે, તેની બાદ ટ્રેડ ડીલ માટે સમય આપીને તેને 10 ટકા ઓછા દરે વસુલવાનું જણાવ્યું હતું. આ દરમિયાન અમેરિકા સાથે હજુ અમુક દેશોએ જ ટ્રેડ ડીલ કરી છે.
અમેરિકાને અને ભારત ટ્રેડ ડીલ માટે વધુ સમયની જરૂર
જયારે અમેરિકા વેપાર પ્રતિનિધિ જેમીસન ગ્રીરે સોમવારે કહ્યું કે અમેરિકાને અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ માટે વધુ સમયની જરૂર છે. જયારે અન્ય મીડિયા અહેવાલમાં પણ એ ટાંકવામાં આવ્યું છે કે અમેરિકા ભારત પર 20 થી 25 ટેરિફ લાદી શકે છે.
આ પણ વાંચો…જો હું ન હોત તો ભારત પાકિસ્તાન સાથે લડી રહ્યું હોતઃ ટ્રમ્પનો વધુ એક દાવો…