ઇન્ટરનેશનલ

મુઇઝુએ ઇઝરાયલી નાગરિકો પર પ્રતિબંધ લાદ્યો તો ટ્રેન્ડ થવા લાગ્યું Incredible India

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ ઈઝરાયલના નાગરિકોના દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. ગાઝામાં ઈઝરાયલી હુમલાને લઈને મુસ્લિમ દેશમાં વધી રહેલા વિરોધ વચ્ચે ઈઝરાયલના પાસપોર્ટ ધારકોના પ્રવેશને રોકવા માટે માલદિવમાં કાયદામાં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ પ્રધાન અલ ઇહસુને રાષ્ટ્રપતિ કાર્યાલયમાં આપાતકાલીન પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કેબિનેટે ઈઝરાયલી પાસપોર્ટ પર માલદીવમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવા માટે કાયદામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આના પર નજર રાખવા માટે મંત્રીઓની એક વિશેષ સમિતિ બનાવવામાં આવી છે. મુઈઝુ પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયને કારણે માલદીવ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું છે. ઈઝરાયલીઓ માલદીવની આકરી ટીકા કરી રહ્યા છે. આ સાથે ઇઝરાયલીઓએ ભારતની ચર્ચા શરૂ કરી દીધી છે. ભારતના અદ્ભુત બીચ ડેસ્ટિનેશન્સની તસવીરો સોશિયલ મીડિયા પર શેર થવા લાગી છે.

માલદિવમાં ઇઝરાયલી નાગરિકો પર પ્રતિબંધ બાદ ભારતના દરિયા કિનારાના પ્રવાસન સ્થળો ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. ઇઝરાયલ વોર રૂમ ઓન એક્સ નામના પેજ પર જણાવવામાં આવ્યું છે કે લક્ષદ્વીપ માલદીવ કરતા વધું સુંદર છે . આ વર્ષે જાન્યુઆરીમાં જ ભારતના પીએમ મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી અને અહીંના દરિયાકિનારાની પ્રશંસા કરી હતી, જેને કારણે માલદીવ દંગ રહી ગયું હતું. તો અન્ય એક વ્યક્તિ જુડી કોહેને સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, માલદીવે ઇઝરાયલના નાગરિકો પર પ્રતિબંધ મૂક્યો છે, પણ ભારતના કર્ણાટકના ઉડુપીનો દરિયો કિનારો પણ એવો જ સુંદર છે.

મેં એને મારા વિશ-લિસ્ટમાં રાખ્યું છે. અન્ય એક ઇઝરાયલીએ તો જણાવી દીધું હતું કે, ‘આપણે બધા માટે માલદીવનો બહિષ્કાર કરવાનો સમય આવી ગયો છે.’ કોનોર નામના એક ઇઝરાયલીએ લખ્યું હતું કે, બ્રિટિશ-ઈઝરાયલી તરીકે હું ક્યારેય માલદીવની મુલાકાત નહીં લઉં. હું વિચારી પણ શકતો નથી કે યુદ્ધને કારણે તેઓ અમારા પર પ્રતિબંધ મૂકી રહ્યા છે.
નોંધનીય છે કે પેલેસ્ટિનિયન પ્રદેશમાં ઇઝરાયલના હુમલા સામે માલદીવના લોકો મહિનાઓથી રાજધાની માલેની શેરીઓમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. લોકો માગ કરી રહ્યા છે કે સરકાર ઇઝરાયલના નાગરિકોના દેશમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા