ઇન્ટરનેશનલ

Canada જનારા Indian Students માટે આવ્યા મહત્ત્વના સમાચાર, સરકારે કરી મહત્ત્વની જાહેરાત…

ભારતીયોમાં છેલ્લાં કેટલાક વર્ષોમાં વિદેશમાં જઈને કમાણી કરવાનો એક અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે અને એમાં પણ ખાસ કરીને ગુજરાતીઓમાં. ગુજરાતનું કોઈ જિલ્લો કે ગામ એવું નહીં હોય જ્યાંથી કોઈકને કોઈક વ્યક્તિ ફોરેનમાં કમાવવા માટે ના ગઈ હોય અને એમાં પણ ખાસ કરીને અમેરિકા અને કેનેડા એ તો ગુજરાતીઓનું મનગમતું ડેસ્ટિનેશન છે. હવે જો તમે પણ કેનેડા જઈને પૈસા કમાવવા માંગો છો તો આ સમાચાર તમારા માટે જ છે.

કેનેડા જવાની તૈયારી કરી રહેલાં કે વિદેશ જનારા ભારતીયો માટે Bad News આવી રહ્યા છે કારણ કે કેનેડાની સરકારે કેટલાક નિયમોમાં મહત્ત્વના ફેરફાર કર્યા છે. નવા નિયમ પ્રમાણે કોઈ પણ વિદેશી નાગરિકને કેનેડામાં વધારે કલાકો સુધી કામ કરવાની પરવાનગી નહીં આપવામાં આવે અને એમાં પણ ખાસ કરીને આ નવો નિયમ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે.

મોટા ભાગના વિદ્યાર્થીઓ ભારતથી કેનેડા ભણવા માટે આવે છે પણ અહીં આવીને તેઓ નોકરી કરીને પૈસા કમાવવાનું શરૂ કરે છે. આવું કરનારા ભારતીય વિદ્યાર્થીઓને ચોક્કસ જ આ નવા નિયમને કારણે આંચકો લાગવા જઈ રહ્યો છે. કારણ કે, હવે કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓને અઠવાડિયામાં માત્ર 24 કલાક જ નોકરી કરવાની પરવાનગી આપવામાં આવી છે.
કેનેડામાં મંગળવારથી જ આ નવો નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે જેમાં ભારત સહિત અન્ય દેશોમાંથી કેનેડા ભણવા આવતા વિદ્યાર્થીઓને સપ્ટેમ્બર મહિનાથી દર અઠવાડિયે માત્ર 24 ક્લાક જ પોતાની કોલેજની બહાર કામ કરવાની મંજૂરી આપવામાં આવશે.કેનેડાના ઈમિગ્રેશન ખાતાના પ્રધાન માર્ક મિલર દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. મિલરે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને દર અઠવાડિયે 20 કલાકથી વધારે ઑફ કેમ્પસ કામ કરવાની મંજૂરી આપવાની નીતિ 30મી એપ્રિલ સુધી જ લાગુ રહેશે.

આ સાથે જ સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના નોમિનેશનમાં વધારા પર રોક મૂકવાની માગણી પણ કરી છે. જેને કારણે સપ્ટેમ્બરથી વિદ્યાર્થીઓ અઠવાડિયાના 25 કલાક સુધી કામ કરી શકશે. આ નવા નિયમને કારણે વિદ્યાર્થીઓ અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…