ઇન્ટરનેશનલ

ત્રીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળશે તો કયા દેશો હશે સુરક્ષિત? આ યાદીમાં ભારતનું નામ છે કે નહીં?

નવી દિલ્હીઃ અત્યાર દુનિયાના અનેક દેશો પર યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે અને ઓલરેડી રશિયા અને યુક્રેન અને ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં જો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે તો કયા દેશો સુરક્ષિત રહેશે, કયા દેશો સૌથી વધુ સુરક્ષિત છે એ બાબતની મહત્ત્વની માહિતી સામે આવી છે.
ગ્લોબલ પીસ ઈન્ડેક્સ-2023ની રેકિંગ અનુસાર ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે તો પણ અમુક દેશ સૌથી વધુ સુરક્ષિત રહેશે. આ દેશમાં સૌથી પહેલો નંબર આવે છે આઈસલેન્ડ. ત્રીજું મહાયુદ્ધ શરૂ થશે તો પણ આઈસલેન્ડ સૌથી વધુ સુરક્ષિત રહેશે એવી શક્યતા છે. આ યાદીમાં આઈસલેન્ડ છેલ્લાં કેટલાક સમયથી ટોપ પર છે. આવો જોઈએ બીજા કયા દેશો છે આ યાદીમાં…
ડેન્માર્કઃ
આઈસલેન્ડ પછી સૌથી વધુ સુરક્ષિત કોઈ દેશ હોય તો તે છે ડેન્માર્ક. ડેન્માર્ક ત્રીજા વિશ્વયુદ્ધમાં સુરક્ષિત રહેશે અને ગ્રીનલેન્ડ પણ આ જ દેશના તાબામાં છે. ડેન્માર્ક નાટોનું સદસ્ય છે. આવી પરિસ્થિતિમાં ગ્રીનલેન્ડને વિશ્વયુદ્ધ ફાટી નીકળે તો સુરક્ષિત રાખવાની શક્યતા છે.
આયર્લેન્ડઃ
ડેન્માર્ક બાદ વારો આવે છે આયર્લેન્ડનો. ઈંગ્લેન્ડની નજીક આવેલો આ દેશ પણ ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે તો આયર્લેન્ડ સુરક્ષિત રહેશે. આ દેશ ભલે નાટોનું સદસ્ય નથી અને પણ નાટોના સદસ્ય અને અમેરિકાના સૌથી મોટા સાથી દેશ બ્રિટનની નજીક આવેલું છે. આવી પરિસ્થિતિમાં આયર્લેન્ડ સુરક્ષિત રહેશે.
કેનેડાઃ
કેનેડામાં યુરોપીય ભાષા બોલતાં લોકોની સંખ્યા સૌથી મોટી છે અને આ દેશ અમેરિકાની બાજુમાં આવેલો છે. આવી પરિસ્થિતિમાં આ દેશ પણ અમેરિકા પર યુદ્ધના થનારા પ્રભાવથી દૂર રહેશે, એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે.
ઓસ્ટ્રેલિયાઃ
ઓસ્ટ્રેલિયા પણ ત્રીજા વિશ્વયુદ્ધ દરમિયાન સુરક્ષિત અને દૂર રહે એવી પૂરેપૂરી શક્યતા છે. દેશની ભૌગોલિક સ્થિતિને કારણે અહીં યુદ્ધ થવાની શક્યતા ખૂબ જ ઓછી છે.
ભારતઃ
ગ્લોબલ પીસ ઈન્ડેક્સ 2023 અનુસાર ભારત આ યાદીમાં 126 નંબર પર આવે છે. ગ્લોબલ પીસ ઈન્ડેક્સ દેશની રેન્કિંગ નક્કી કરે છે અને એ સમયે વિવિધ બાબતો અને મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવશે. જેમાં દેશની લોકસંખ્યા, રાજકીય સ્થિરતા, ગુનેગારીનું પ્રમાણ, શિક્ષણ, ભૌગોલિક પરિસ્થિતિ જેવી બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button