ઇન્ટરનેશનલ

ઇઝરાયલના PM બેન્જામિન નેતન્યાહુ સામે ICCએ જારી કર્યું એરેસ્ટ વોરન્ટ

ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે (International Criminal Court)એ ગાઝા યુદ્ધ સંબંધિત કથિત યુદ્ધ અપરાધો માટે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ ( Benjamin Netanyahu), દેશના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન યોઆવ ગેલન્ટ (Yoav Gallant)ની સાથે સાથે હમાસના આર્મી કમાન્ડર મોહમ્મદ ડેફ (Mohammed Deif) માટે ધરપકડ વોરન્ટ જારી કર્યું છે. એક નિવેદનમાં જણાવ્યું છે કે એક પ્રી-ટ્રાયલ ચેમ્બરે કોર્ટના અધિકાર ક્ષેત્રમાં ઈઝરાયલના પડકારોને નકારી કાઢ્યા હતા અને બેન્જામિન નેતન્યાહુ અને યોઆવ ગ્લાન્ટ માટે વોરન્ટ જારી કર્યું હતું.

આ પણ વાંચો: Israel Vs Gaza: ઇઝરાયલના હુમલામાં ગાઝામાં 24 કલાકમાં 46 લોકોનાં મોત

ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ગાઝા યુદ્ધ સંબંધિત કથિત યુદ્ધ અપરાધો માટે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ, દેશના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટ અને હમાસના નેતા મોહમ્મદ ડેફ માટે ધરપકડ વોરંટ જારી કર્યું છે. વોરંટમાં નેતન્યાહુ અને ગેલન્ટ જો તેઓ વિદેશ પ્રવાસ કરે તો તેમની સામે ધરપકડનું જોખમ રહેલું છે.

કોર્ટે નિવેદનમાં શું કહ્યું?

ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયલના પીએમ નેતન્યાહુ અને ગેલન્ટ પર માનવતા વિરુદ્ધના ગુનાનો વિરુદ્ધ આ ધરપકડ વોરન્ટ જાહેર કર્યું છે. કોર્ટે એક નિવેદનમાં કહ્યું છે કે તેમની પર હત્યા, ત્રાસ અને અમાનવીય કૃત્યોનો આરોપ છે. ઈઝરાયલે ગાઝામાં નાગરિકો માટે ખોરાક, પાણી અને તબીબી સહાય જેવી આવશ્યક પુરવઠો પર પ્રતિબંધ મૂક્યો છે, જેના કારણે બાળકોના મોત થયા છે અને ઘણા લોકો સંકટનો સામનો કરી રહ્યા છે.

માર્ચ મહિનામાં કરી હતી અરજી

કોર્ટના મુખ્ય ફરિયાદી કરીમ ખાને મે મહિનામાં ધરપકડ વોરંટ જારી કરવા કોર્ટ સમક્ષ વિનંતી કરી હતી. જેમાં અપીલ કરતા કહ્યું હતું કે ગાઝામાં સામૂહિક રીતે ભૂખમરાની સ્થિતિ માટે નેતન્યાહૂ અને ગેલન્ટને “ગુનાહિત જવાબદારી” માનવા માટે વાજબી કારણો છે જેણે યુદ્ધ ગુનાઓ અને માનવતા વિરુદ્ધના ગુનાઓ આચર્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button