ઇન્ટરનેશનલસ્પોર્ટસ

તો શું ભારત-પાકિસ્તાન વચ્ચે ક્યારેય મૅચ નહીં રમાય? પીસીબીનો મિજાજ તમને ચિંતામાં મૂકી દેશે…

કરાચી/દુબઈઃ આગામી ફેબ્રુઆરીમાં પાકિસ્તાનમાં વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી રમાવાની છે અને એમાં ભાગ લેવા માટે ભારતે પોતાની ટીમને પાકિસ્તાન મોકલવાની સ્પષ્ટ ના પાડી દીધી છે એ જોતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ક્રોધે ભરાયું છે અને ભારતને મનાવવા તેમ જ આ ટૂર્નામેન્ટ સંપૂર્ણપણે પોતાને ત્યાં રખાવવા ફાંફા મારી રહ્યું છે. નાસીપાસ થઈ ગયેલું પીસીબી જાણે રિસાઈ ગયું છે. એણે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ને પોતાનો એક ફેંસલો બતાવ્યો છે એના પરથી લાગે છે કે ભારત સામે એ ક્યારેય કોઈ મૅચ રમવા માટે પોતાની ટીમને ન મોકલવાના મૂડમાં છે.


આ પણ વાંચો : વિરાટ અને રોહિત બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ફોર્મ પરત મેળવી શકશે? જાણો શું કહે છે આંકડા


ચૅમ્પિયન્સ ટ્રોફીને આડે માંડ ત્રણ મહિના બાકી છે ત્યારે પાકિસ્તાન આખી સ્પર્ધા પોતાને ત્યાં રખાવવાની હઠ લઈને બેઠું છે.

ભારત સરકાર અને બીસીસીઆઇ પોતાની ટીમને કોઈ કાળે પાકિસ્તાનમાં નથી મોકલવાના. બીજું, પાકિસ્તાન હાઇબ્રિડ મૉડેલ બાબતમાં પણ હવે ટસનું મસ નથી થતું. ગયા વર્ષે એશિયા કપમાં ભારતની મૅચો પોતાને ત્યાંને બદલે શ્રીલંકામાં રખાવવા પીસીબી મજબૂર થઈ ગયું હતું, પણ આ વખતે પીસીબીએ ઇજ્જતનો સવાલ’ માનીને આખી ટૂર્નામેન્ટ પોતાને ત્યાં જ રખાવવા જીદે ચડ્યું છે. ફરી હાઇબ્રિડ મૉડેલ અપનાવાય તો ભારત પોતાની મૅચો યુએઇમાં (દુબઈમાં) રમવા તૈયાર થઈ જશે, પરંતુ પાકિસ્તાનને એ ગોઠવણ હવે પસંદ નથી. પાકિસ્તાનના એક પ્રતિષ્ઠિત અખબારમાં પ્રગટ થયેલા અહેવાલ મુજબ પીસીબી સ્પષ્ટ શબ્દોમાં આઇસીસીને કહી દેવા માગે છે કેચૅમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટ સહિત ભવિષ્યની કોઈ પણ સ્પર્ધામાં ભારત અને પાકિસ્તાનને એક ગ્રૂપમાં નહીં રાખતા. ભારત જયાં સુધી પોતાની ક્રિકેટ ટીમને પાકિસ્તાનના પ્રવાસે ન મોકલે ત્યાં સુધી પાકિસ્તાન ક્યારેય પણ ભારત સામે રમવા નથી માગતું.


આ પણ વાંચો : બાબર આઝમ બની ગયો શાહીન આફ્રિદીનો ફિઝિયોથેરપિસ્ટ!


આ પહેલાં, એક એવો અહેવાલ આવ્યો હતો કે પીસીબીએ આઇસીસીને પત્ર લખ્યો છે જેમાં એણે ક્રિકેટની આ સર્વોચ્ચ સંસ્થાને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે ટીમ ઇન્ડિયા અમારે ત્યાં રમે કે ન રમે, પણ આખી ચૅમ્પિયન્સ ટ્રોફી અમારે ત્યાં જ રમાશે. અમે કોઈ પણ રીતે યજમાનપદ અમારા હાથમાંથી નહીં જવા દઈએ.’ પીસીબીનું એવું પણ કહેવું છે
કે બીસીસીઆઇએ હજી સુધી પોતાની ક્રિકેટ ટીમને સરહદ-પાર ન મોકલવા બાબતમાં કોઈ ચોખ્ખું કારણ નથી બતાવ્યું એટલે કારણ જાણ્યા પછી જ પીસીબી આ સમસ્યાનો ઉકેલ લાવવા પર વિચાર કરશે.

થોડા દિવસ પહેલાં એક અહેવાલ વાયરલ થયો હતો કે પીસીબી જો ચૅમ્પિયન્સ ટ્રોફીને હાઇબ્રિડ મૉડેલ પર રાખવા (ભારતની મૅચો પાકિસ્તાન સિવાય બીજા કોઈ દેશમાં રાખવા) તૈયાર નહીં થાય તો આખી ટૂર્નામેન્ટનું યજમાનપદ પાકિસ્તાનના હાથમાંથી લઈને દક્ષિણ આફ્રિકાને સોંપી દેવામાં આવશે.


આ પણ વાંચો : કેન્દ્ર સરકારે પાકિસ્તાનના પ્રવાસ વિશે બીસીસીઆઇને કહી દીધું કે…


ચૅમ્પિયન્સ ટ્રોફી 19મી ફેબ્રુઆરીએ શરૂ થશે અને ફાઇનલ નવમી માર્ચે રમાશે. આ ટૂર્નામેન્ટનું અંતિમ શેડ્યૂલ જાહેર નથી કરાયું. પાકિસ્તાને આઇસીસીને કામચલાઉ શેડ્યૂલ મોકલી આપ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button