ઇન્ટરનેશનલ

લંડનમાં રહેતા પતિએ પત્ની પાસે એવી માગણી કરી કે…

સ્ત્રીઓની સ્વતત્રતા કે સમાનતાની વાત આવે ત્યારે આપણે પશ્ચિમિ દેશો તરફ જોઈએ છે, પરંતુ માત્ર જે તે દેશમાં રહેવાથી વિચારો બદલાતા નથી. આવો અનુભવ વડોદરામાં રહેતી એક પરિણિતાને થયો છે.

લગ્નના 10 દિવસ પછી પરિણીતા પર પતિ તેમજ સાસરિયાઓએ ત્રાસ ગુજારવાનું ચાલુ કર્યું હતું.
તેમાં પણ પતિએ વિચિત્ર માગણી કરી હતી. લંડન ગયેલા પતિએ વીડિયો કોલ પર પત્નીને નગ્ન થવા કહ્યું અને તેણે નગ્ન થવાની ના પાડતા મારી નાંખવાની ધમકી આપી હતી.


એટલું જ નહીં, પાસપોર્ટ સહિતના અન્ય દસ્તાવેજ પડાવીને છૂટાછેડા આપશે તો જ ડોક્યુમેન્ટ્સ પાછા આપશે તેવી ધમકી આપી હતી. ત્યારે આ સમગ્ર મામલે પત્નીએ પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી પ્રમાણે, પાદરામાં રહેતી 20 વર્ષીય યુવતીએ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતુ કે થોડા સમય પહેલા કપડવંજમાં રહેતા યુવક સાથે લગ્ન તેનાં લગ્ન થયા હતા. શરૂઆતના દિવસોથી સાસરીવાળા ખરાબ વ્યવહાર કરતા હતા અને પિયરના લોકો સાથે વાત કરવા દેતા ન હતા.


ત્યારબાદ લગ્નના 12 દિવસ બાદ પતિને વર્ક પરમિટ મળતા તેઓ લંડન ગયા હતા. દરમિયાન સાસુ-સસરા સહિતના પરિવારજનો તેને ત્રાસ આપતા હતા. દરમિયાન પતિ પણ અભદ્ર માગણી કરતો હતો જે યુવતીને યોગ્ય લાગતી ન હતી.

તેમણે વધુમાં ફરિયાદમાં જણાવ્યુ છે કે, આ વાત મારા માતાપિતાને કરતા તે મને પિયર લઈ ગયા હતા. સાસરીપક્ષના અમુક સંબંધીઓ તેના પિયરે આવ્યા હતા અને યુવતીને પતિ પાસે લંડન મોકલવાની છે તેમ કહી આધારકાર્ડ સહિતના તમામ ડોક્યુમેન્ટ્સ લઈ ગયા હતા અને હવે તે પરત આપવા તૈયાર નથી, તેવી ફરિયાદ યુવતીએ પોલીસ સ્ટેશનમાં કરી છે. પોલીસે પણ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button