પેરિસના ઓર્લી એરપોર્ટ પર ટેક્નિકલ ખામી સર્જાતા સેંકડો ફ્લાઇટ રદ

પેરિસઃ ફ્રાન્સની રાજધાની પેરિસના ઓર્લી એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ટેક્નિકલ ખામી સર્જાતા સેંકડો ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી હતી તેમ જ કેટલીક ફ્લાઇ્ટસ મોડી પડી હતી. આ જાણકારી ફ્રાન્સના નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓએ આપી હતી.
ડીજીએસી (ફ્રેન્ચ નાગરિક ઉડ્ડયન સત્તામંડળ)એ એક નિવેદનમાં જણાવ્યું કે પરિસ્થિતિ સુધરી રહી છે. સોમવારે એરલાઇનોને ફ્લાઇટ્સમાં ૧૫ ટકાનો ઘટાડો કરવાનું કહેવામાં આવ્યું છે. રવિવારે ૪૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. તેમાં જણાવાયું છે કે આ નિવારક પગલાં લેવા છતાં વિલંબ થવાની ધારણા છે.
આ પણ વાંચો: શિવાજી મહારાજના કિલ્લાઓ માટે ‘યુનેસ્કો હેરિટેજ ટેગ’ આપવા મહારાષ્ટ્રનું પ્રતિનિધિમંડળ પેરિસ પહોંચ્યું…
ડીજીએસીએ ખામીના કારણો અંગે કોઇ વિગતો આપી નથી. પેરિસના ઓર્લી એરપોર્ટ પરથી મોટાભાગના યુરોપિયન દેશો અને યુનાઇટેડ સ્ટેટ્સ સહિત સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવે છે. સોમવારે ખાસ કરીને ઇટલી, સ્પેન, પોર્ટુગલ અને દક્ષિણ ફ્રાન્સ માટે ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
ઓપરેટર એરોપોર્ટ ડી પેરિસ દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર ગત વર્ષે ૩૩ મિલિયનથી વધુ મુસાફરોએ પેરિસના ઓર્લી એરપોર્ટ પરથી યાત્રા કરી હતી. જે પેરિસના ચાર્લ્સ-ડી-ગૌલે ઓરપોર્ટની સંખ્યા કરતાં લગભગ અડધી છે.