કેટલા બંધકો જીવિત છે…અમને ખબર નથી..હમાસનું નિવેદન સાંભળીને ઇઝરાયલ ભડક્યું….
ગાઝા: યુદ્ધવિરામ બાદ ઇઝરાયલ અને હમાસ વચ્ચે ફરી યુદ્ધ શરૂ થઇ ગયું છે. ઈઝરાયલે ફરીથી હમાસ પર હુમલાઓ શરૂ કરી દીધા છે. આ દરમિયાન હમાસના રાજકીય નેતા ગાઝી હમાદે એવું નિવેદન આપ્યું હતું કે ગાઝા પટ્ટીમાં હજુ કેટલા બંધકો છે અને તેમાંથી કેટલા જીવિત છે તે ખબર નથી. હમાસના નેતાના આવા નિવેદનથી સાંભળનાર તમામ લોકો સ્તબ્ધ થઇ ગયા હતા. ત્યારે ઇઝરાયલે હમાસના આ નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી હતી અને તેને અમાનવીય ગણાવ્યું હતું.
ઇઝરાયલી સેનાએ કહ્યું હતું કે હમાસે નિર્દોષ લોકોના જીવન પ્રત્યે ઘોર અવગણના અને અમાનવીયતા દર્શાવી છે. હમાદે ગાઝામાં હમાસના સૌથી નાના બંધક કે જે ફક્ત દસ મહેનાનો જ હતો તે કફિર બિબાસ, અને તેના ચાર વર્ષના ભાઈ એરિયલ બિબાસ અને તેમની માતા શિરી બિબાસના કથિત મૃત્યુનો પણ ઉલ્લેખ કર્યો હતો. આતંકવાદી જૂથે દાવો કર્યો હતો કે પરિવાર ઇઝરાયલના હવાઈ હુમલામાં માર્યો ગયો હતો, ઇઝરાયલે આ બાબત પર જણાવ્યું હતું કે અમે તપાસ કરી રહ્યા છીએ. તેમજ જો આમારા લોક હમાસે માર્યા હશે તો હમાસે તેની ભારે કિંમત ચૂકવવી પડશે.
હમાસના નેતાએ જણાવ્યું હતું કે ઇઝરાયલીઓ માટે એક તેમની સેના દ્વારા કરવામાં આવતા હુમલાઓ મોટી સમસ્યા છે. તેઓએ તેમની સરકાર પર દબાણ લાવવું જોઈએ અને સમજાવવું જોઈએ કે તેઓ જે પણ કરી રહ્યા છે તે ખોટું છે. નોંધનીય છે કે હમાસની આવી ટિપ્પણીઓના કારણે જ ઇઝરાયલ અને ગાઝા વચ્ચેના અસ્થાયી યુદ્ધવિરામનો અંતના એક દિવસ પહેલા આવી ગયો હતો. જ્યારે યુએસ અને ઇઝરાયલે કરારની શરતોના ઉલ્લંઘન માટે હમાસના આતંકવાદી જૂથને દોષી ઠેરવ્યું હતું. જો કે યુદ્ધવિરામ બે વખત લંબાવવામાં આવ્યો હતો. અને તે સમયે ગાઝાના 105 બંધકો અને 240 પેલેસ્ટિનિયન કેદીઓને ઈઝરાયલ દ્વારા મુક્ત કરવામાં આવ્યા હતા.