ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓએ વર્ણવી હોરર સ્ટોરી
'અમે ખૂબ ડરી ગયા છીએ, અમે બંકરોમાં છુપાઇ રહ્યા છીએ'
ઈઝરાયેલમાં પેલેસ્ટાઈન-ઈઝરાયેલ સંઘર્ષ વધતાં મૃતકોની સંખ્યા વધીને 450 થઈ ગઈ છે અને 1,500થી વધુ ઘાયલ થયા છે. હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ પર મિસાઈલ હુમલા કરીને લોકોના દિલમાં આતંક ઉભો કર્યો છે. ઇઝરાયેલમાં લગભગ 18,000 ભારતીય નાગરિકો છે, જેમાં મુખ્યત્વે ઇઝરાયેલના વડીલો, હીરાના વેપારીઓ, આઇટી પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓની દેખરેખ માટે કાર્યરત લોકોનો સમાવેશ થાય છે. દરમિયાન, ઇઝરાયેલમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓએ તેમની હોરર સ્ટોરી શેર કરી છે અને કહ્યું છે કે તેઓ તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ખૂબ જ નર્વસ છે અને ડર અનુભવે છે.
ઇઝરાયેલમાં ફસાયેલા એક ભારતીય વિદ્યાર્થીએ કહ્યું, ‘હું ખૂબ જ નર્વસ અને ડરી ગયો છું. પરંતુ ભગવાનનો આભાર કે અમારી પાસે આશ્રયસ્થાનો છે અને ઇઝરાયેલી પોલીસ દળો અમને સહાય કરી રહી છે. અત્યાર સુધી તો અમે સુરક્ષિત છીએ. અમે ભારતીય દૂતાવાસના લોકોના સંપર્કમાં છીએ, અમારી આસપાસ એક સારો ભારતીય સમુદાય છે અને અમે જોડાયેલા છીએ.
અન્ય એક વિદ્યાર્થીએ કહ્યું હતુંકે હમાસના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલો હુમલો ખૂબ જ ડરામણો અને તણાવપૂર્ણ હતો. ભારતીય દૂતાવાસ અમારા સંપર્કમાં છે. તેઓ અમારા પર નજર રાખી રહ્યા છે. અન્ય એક વિદ્યાર્થીએ કહ્યું હતું કે, ‘આ અચાનક થયું જેની અમને ક્યારેય અપેક્ષા નહોતી, કારણ કે ઇઝરાયેલમાં ધાર્મિક રજાઓ હોય છે. સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ સાયરનનો અવાજ સંભળાયો હતો. અમે લગભગ 7 થી 8 કલાક બંકરમાં હતા, સાયરન વાગતા રહ્યા. અમને અમારા ઘરની બહાર ન નીકળવા માટે કહેવામાં આવ્યું હતું. ભારતીય નાગરિક સોમા રવિએ કહ્યું કે આજનો દિવસ ખૂબ જ મુશ્કેલ હતો, અમે આવી સ્થિતિ ક્યારેય જોઈ નથી.
ઈઝરાયેલના દક્ષિણમાં અભૂતપૂર્વ યુદ્ધ જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનમાં ભારતીય દૂતાવાસે શનિવારે તમામ ભારતીય નાગરિકોને “સતર્ક રહેવા” અને “સુરક્ષા નિયમોનું પાલન” કરવાની સલાહ આપી છે. દૂતાવાસે તેની એડવાઈઝરીમાં જણાવ્યું હતું કે, “ઈઝરાયેલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઈઝરાયેલમાં હાજર તમામ ભારતીય નાગરિકોને સ્થાનિક સત્તાવાળાઓની સલાહ મુજબ સતર્ક રહેવા અને સુરક્ષા નિયમોનું પાલન કરવાની વિનંતી કરવામાં આવે છે. કૃપા કરીને સાવચેતી રાખો, બિનજરૂરી હિલચાલ ટાળો અને સલામત સ્થળોની નજીક રહો.