હોંગકોંગ અને ચીનમાં વાવાઝોડા તપાહની અસર શરુ, ભારે પવન સાથે વરસાદ

શેનઝેન : હોંગકોંગ અને ચીનના કેટલાક વિસ્તારમાં વાવાઝોડા તપાહની અસર જોવા મળી રહી છે. જેમાં હાલ 170 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને ભારે વરસાદ પડી રહ્યો છે. જેના પગલે હોંગકોંગ અને ચીનના શેનઝેન શહેરમાં સ્કુલોને બંધ કરવામાં આવી છે. ખરાબ હવામાનના લીધે અનેક ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. તેમજ અનેક ઓફિસોને પણ સલામતીના કારણે બંધ રાખવામાં આવી છે.
બસ અને ટ્રેન સહિતની સેવાઓ પણ બંધ
આ ઉપરાંત પરિવહન સેવાને પણ અસર થઈ છે. જેમાં બસ અને ટ્રેન સહિતની સેવાઓ પણ બંધ કરવામાં આવી છે. જયારે મેટ્રો રેલ સિસ્ટમ આંશિક રીતે ચાલુ રાખવામાં આવી છે. હોંગકોંગના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ટાઈફૂન 8નું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે. તેમજ જો વાવાઝોડાની અસર ઓછી થશે તો ઓફિસો ખોલી શકાશે. પરંતુ સ્કૂલો બંધ રહેશે.
ચીનમાં પણ અસર 100 વધુ ફલાઈટ રદ
હોંગકોંગના પાડોશી દેશ ચીનમાં પણ તેની અસર જોવા મળી રહી છે. જેમાં શેનઝેન શહેરમાં સ્કુલોને બંધ કરવામાં આવી છે. તેમન આ વાવાઝોડાને ધ્યાનના રાખીને સુરક્ષા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. દક્ષિણ ચીનમાં હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. રવિવારે બપોર સુધીમાં 60,000 લોકોને સુરક્ષિત સ્થાનો પર મોકલવામાં
આવ્યા છે. આ વાવાઝોડાના લીધે 100 થી વધુ ફ્લાઈટને કેન્સલ કરવામાં આવી છે.
એરપોર્ટ નજીક 101 કિમી પ્રતિ કલાકની ઝડપે સતત પવન ફૂંકાયો
સોમવારે સવારે લાન્ટાઉ ટાપુ પરના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક 101 કિમી પ્રતિ કલાકની ઝડપે સતત પવન ફૂંકાયો હતો. જેમાં 151 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.
આ પણ વાંચો…ભારતના આ રાજ્યોમાં આજે વાવાઝોડાની આગાહી, ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર