L.A. Wildfiresમાં પાંચના મોત ઓસ્કારની તારીખો બદલવાની પડી ફરજ
લૉસ એંજલસઃ હોલવૂડ ફિલ્મ સિટી તરીકે જાણીતા લૉસ એંજલસમાં જંગલોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને પાંચના મોત નિપજ્યા છે. તો સેંકડો ઘર બળીને ખાખ થયાના અહેવાલો આવી રહ્યા છે. આ ઘટનાની અસર ઓસ્કાર એકેડમીને થઈ છે અને એવોર્ડના નોમિનેશન્સ માટેની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અમેરિકાની ફિલ્મ સિટી હોલીવુડને પણ આ આગની અસર થઈ છે. ઓસ્કાર નોમિનેશનની તારીખો પણ લંબાવવામાં આવી છે.
ઓસ્કાર નોમિનેશનની તારીખોમાં ફેરફાર
આગની ઘટના બાદ એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે ઓસ્કાર નોમિનેશન વોટિંગ વિન્ડોને લંબાવી છે. અંદાજે 10,000 એકેડેમી સભ્યો માટે મતદાન 8 જાન્યુઆરીએ શરૂ થયું હતું અને 12 જાન્યુઆરીએ સમાપ્ત થવાનું હતું જે બે દિવસ લંબાવવામાં આવ્યું છે. હવે વૉટિંગ વિન્ડો 14 જાન્યુઆરીએ પૂરી થશે, તેવા અહેવાલો છે. લૉસ એંજલસમાં વધી રહેલી ભીષણ આગને ધ્યાનમાં રાખીને એકેડમીએ આ નિર્ણય લીધો છે. આ સાથે જે નોમિનેશનની જાહેરાત પહેલા 17 જાન્યુઆરીએ થવાની હતી તે હવે 19 જાન્યુઆરીએ જાહેર થશે તેમ પણ જાણવા મળ્યું છે. અકાદમીએ બુધવારે સભ્યોને સીઈઓ બિલ ક્રેમર તરફથી તારીખોમાં ફેરફારની વિગતો આપતો ઈમેલ મોકલ્યો હતો. જેમાં એકેડેમીએ લખ્યું છે કે, ‘સધર્ન કેલિફોર્નિયામાં લાગેલી વિનાશક આગથી પ્રભાવિત થયેલા લોકો પ્રત્યે અમે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમારા ઘણા સભ્યો અને સાથીદારો લોસ એન્જલસ વિસ્તારમાં રહે છે અને કામ કરે છે અને અમે તેમની દરકાર કરીએ છીએ. હવે આ આગમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે.
Also read: America માં મોટી પ્લેન દુર્ઘટના, અનેક લોકોના મોત અને જંગલમાં ભીષણ આગ
પ્રિયંકા ચોપરાએ આપી શ્રદ્ધાંજલિ
આ આગ પર અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. પ્રિયંકાએ તેના ઇન્સ્ટાગ્રામ પર આ અંગે એક પોસ્ટ શેર કરી છે. જેમાં પ્રિયંકાએ લખ્યું છે કે મારી સંવેદના એ તમામ લોકો સાથે છે જેઓ આ આગની ઝપેટમાં આવ્યા છે. ઝડપથી વધી રહેલી આગથી હજારો એકર જમીન અને સેંકડો ઘરો બળીને ખાખ થઈ ગયા છે. હું એ તમામ જવાનોને સલામ કરું છું જેઓ આખી રાત લોકોની મદદ કરી રહ્યા છે. થાક્યા વિના સતત કામ કરવાની તમારી ભાવનાને હું સલામ કરું છું.
અન્ય સેલિબ્રિટીઝ પર પોતાની ભાવના સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી રહ્યા છે.