ઇન્ટરનેશનલ

બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિન્દુઓ પર હુમલો, 50 ઘાયલ

ઢાકા: બાંગ્લાદેશના ચટગાંવ સ્થિત ઈસ્કોન પુંડરિક ધામના પ્રમુખ ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડ થતા સ્થાનિક હિંદુ સમુદાયમાં રોષનો (Arrest of Chinmay Krishnan Prabhu) માહોલ છે. ધરપકડના વિરોધમાં હિંદુ સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, જે દરમિયાન બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી(BNP) કાર્યકરોએ તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 50 લોકો ઘાયલ થયા હતા. મોડી રાત્રે હજારો લોકોએ જય સિયા રામ અને હર હર મહાદેવના નારા સાથે મૌલવી બજારમાં મશાલ રેલી કાઢી હતી.

ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાયના સભ્યોએ ઘણા જિલ્લાઓમાં સભાઓનું આયોજન કર્યું હતું. ઢાકાના શાહબાગમાં એક સભા દરમિયાન લોકો પર હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ચિત્તાગોંગ યુનિવર્સિટીના પ્રોફેસર કુશલ બરન પર હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

પોલીસ નિષ્ક્રિય રહી!
અહેવાલો દરમિયાન હુમલા દરમિયાન પ્રશાસન અને પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. વહીવટીતંત્ર સંપૂર્ણપણે મૂક પ્રેક્ષક બની રહ્યું હતું. શાહબાગમાં પ્રદર્શનકારીઓ પર હુમલાના વિડીયો પર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે.

ભાજપ નેતાએ આપી પ્રતિક્રિયા:
આ દરમિયાન કેન્દ્રીય પ્રધાન અને પશ્ચિમ બંગાળ બીજેપી અધ્યક્ષ સુકાંત મજુમદારે એક્સ પર પોસ્ટ કરી. તેમણે લખ્યું કે બાંગ્લાદેશના સનાતની હિન્દુ નેતા, ઈસ્કોન મંદિરના સાધુ અને બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓનો અવાજ ચિન્મય પ્રભુની ઢાકા પોલીસે ધરપકડ કરી છે. હું બાંગ્લાદેશમાં સનાતની હિંદુ સમુદાયના અધિકારો માટે અથાક મહેનત કરી રહેલા ચિન્મય પ્રભુની અન્યાયી ધરપકડની નિંદા કરું છું અને હું વિદેશ પ્રધાન જયશંકરજીને પણ વિનંતી કરું છું કે તેઓ આ બાબતને ગંભીરતાથી લે અને તાત્કાલિક પગલાં લે.

Also Read – બાંગ્લાદેશમાં ISKON સાધુ ચિન્મય પ્રભુની ધરપકડઃ રાજદ્રોહનો આરોપ

કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, ચિન્મય પ્રભુની સોમવારે બપોરે ઢાકા એરપોર્ટ પરથી ઢાકા પોલીસે ધરપકડ કરી હતી અને આરોપ છે કે તેને ઢાકા મેટ્રોપોલિટન પોલીસની ડિટેક્ટીવ શાખામાં લઈ જવામાં આવ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button