પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં હિંદુ ખેડૂતની ગોળી મારીને હત્યા, પોલીસે આરોપીની ધરપકડ કરી

સિંઘ : ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશ બાદ હવે પાકિસ્તાનમાં પણ હિંદુઓ વિરોધ અત્યાચાર થઇ રહ્યો છે. જેમાં પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં 23 વર્ષના હિંદુ ખેડૂતની હત્યા કરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ જમીનદારે જમીન પર ખેડૂત પર છાપરું બાંધતા તેને ગોળી મારી દીધી હતી. જેની બાદ હિંદુ સમુદાયના આક્રોશિત લોકોએ મોટા પાયે વિરોધ પ્રદર્શન કર્યું હતું .આ અંગે એસએસપી બાદિન કમર રજા જસ્કાનીએ જણાવ્યું હતું કે, આ અંગેની ફરિયાદ મળ્યા બાદ પોલીસે શનિવારે રાત્રે હેદરાબાદના જમીનદાર સરફરાજ નિઝામાની અને તેના સાથી જફરૂલ્લાહ ખાનની ધરપકડ કરી હતી.
હૈદરાબાદના ફતેહ ચોક વિસ્તારમાંથી આરોપીની ધરપકડ
આ અંગે પોલીસ માહિતી આપી હતી કે, 4 જાન્યુઆરીના રોજ બદીન જિલ્લાના તલ્હાર ગામમાં કૈલાશ કોહલીને નિઝામાની જમીન છાપરું બાંધતા ગોળી મારી દેવામાં આવી હતી. તેની બાદ આરોપી ઘટનાસ્થળેથી ભાગી ગયા અને છુપાઈ ગયા હતા. જ્યારે આ કેસની તપાસ માટે એક ખાસ ટીમ બનાવવામાં આવી હતી. જેની બાદ ગઇકાલે રાત્રે હૈદરાબાદના ફતેહ ચોક વિસ્તારમાં તેની ધરપકડ કરી.
ગોળી વાગતા કોહલીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો
નિઝામાનીએ કોહલીને ગોળી મારીને હત્યા કર્યા બાદ ભારે વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા હતા. જેમાં જમીનદાર નિઝામાની ઇચ્છતા ન હતા કે કૈલાશ તેની જમીન પર છાપરું બાંધે. તેમજ ગોળી વાગતા કોહલીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મૃત્યુ થયું હતું. તેના ભાઈ પૂન કુમાર કોહલીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે તપાસ શરૂ કરી હતી.
વિરોધ પ્રદર્શનો દ્વારા ઉભા થયેલા દબાણને કારણે ધરપકડ શકય બની
જ્યારે હિંદુ સમુદાય દ્વારા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનો દ્વારા ઉભા થયેલા દબાણને કારણે ધરપકડ શકય બની છે. જેમાં બદિનમાં અનેકલોકોએ દેખાવો અને ધરણામાં ભાગ લીધો હતો. આ વિરોધ પ્રદર્શન ત્યારે સમાપ્ત થયું જ્યારે પોલીસ આઈજી સિંધ જાવેદ અખ્તર ઓધોએ પીડિતના પિતાને ફોન કરીને ધરપકડ વિશે જાણ કરી હતી.



