ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

Hindenburg Research: હિંડનબર્ગના આરોપો પર SEBI ચીફ માધબી પુરી બુચની પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

નવી દિલ્હી: અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગે રીસર્ચે (Hindenburg Research) ફરી એકવાર મોટો ખુલાસો કર્યો છે. ગઈ કાલે શનિવારે ફર્મે જાહેર કરેલા નવા રીપોર્ટમાં ભારતના માર્કેટ રેગ્યુલેટર SEBIના ચેરપર્સન માધબી પુરી બુચ (Madhabi Puri Buch) પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. હિંડનબર્ગે લગાવેલા આરોપો પર માધવી પુરીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે હિંડનબર્ગ રિસર્ચ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા. તેમણે આ આરોપોને ચારિત્ર્યહનનનો પ્રયાસ ગણાવ્યો છે.

SEBIના ચેરપર્સન માધબી પુરી બૂચ અને તેમના પતિ ધવલ બૂચે રવિવારે સવારે જાહેર કરેલા સંયુક્ત નિવેદનમાં કહ્યું – 10 ઓગસ્ટના રોજ પ્રકાશિત હિંડનબર્ગ રિપોર્ટમાં અમારા પર લાગેલા આરોપોના સંદર્ભમાં, અમે કહેવા માંગીએ છીએ કે રીપોર્ટમાં કરવામાં આવેલા પાયાવિહોણા આરોપોને અમે નકારી કાઢીએ છીએ, એમાં ક્યાંય સત્ય નથી. અમારું જીવન અને નાણાં એક ખુલ્લા પુસ્તક જેવું છે. અમારે જે પણ ખુલાસો આપવાનો જરૂરી હતો, તે તમામ માહિતી વર્ષોથી સેબીને આપવામાં આવી છે.

તેમણે સંયુક્ત નિવેદનમાં કહ્યું કે– અમને અમારા કોઈપણ નાણાકીય દસ્તાવેજોને સાર્વજનિક કરવામાં કોઈ વાંધો નથી. અમે તે સમયના નાણાકીય દસ્તાવેજો પણ જાહેર કરી શકીએ છીએ જ્યારે અમે ખાનગી વ્યક્તિગત જીવતા હતા. અમે કોઈપણ ઓથોરિટીને તમામ દસ્તાવેજો આપી શકીએ છીએ.

તેમણે હિંડનબર્ગના આરોપોને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યા અને કે સંપૂર્ણ પારદર્શિતાને ધ્યાનમાં રાખીને તે ટૂંક સમયમાં આ મામલે વિગતવાર નિવેદન જાહેર કરવામાં આવશે.

હિંડનબર્ગ રિસર્ચ લગભગ દોઢ વર્ષ પહેલા પહેલીવાર હેડલાઈન્સમાં આવ્યું હતું જ્યારે ફર્મે અદાણી ગ્રુપ પર આરોપો લગાવતો રિપોર્ટ બહાર પાડ્યો હતો. આ વખતે રિપોર્ટ જાહેર કરતા પહેલા, હિંડનબર્ગ રિસર્ચે શનિવારે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અપડેટમાં કહ્યું હતું કે ટૂંક સમયમાં ભારત માટે કંઈક મોટું થવાનું છે. તે પછી, તેનો અહેવાલ શનિવારે મોડી સાંજે બહાર આવ્યો, જેમાં કહેવામાં આવ્યું છે કે અદાણી જૂથ સામે સેબીની તપાસ આગળ વધી રહી નથી કારણ કે SEBI ચેરપર્સન અને તેના પતિના જૂથ સાથે કથિત જોડાણો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button