Hindenburg હવે આ કંપનીને ટાર્ગેટ કરી, રીપોર્ટ જાહેર થતા જ શેરમાં કડાકો
ભારતના અદાણી ગ્રુપ પર ગંભીર આરોપ લગાવતો રીપોર્ટ જાહેર કર્યા બાદ અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ (Hindenburg Research) ભારતમાં જાણીતી થઇ હતી, ત્યાર બાદ હિંડનબર્ગે સેબીના ચેર પર્સન માધબી બૂચ પર પણ ગંભીર આરોપ લગાવ્યા હતાં. હવે નાથન એન્ડરસનની આગેવાની હેઠળની કંપનીએ હવે યુએસ ફર્મને નિશાન બનાવી છે.
અહેવાલ મુજબ, હિંડનબર્ગે ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ કંપની રોબ્લોક્સ (Roblox) પર નિશાન સાધતા ગંભીર આરોપ લગાવ્યા છે. હિંડનબર્ગ દ્વારા એક અહેવાલ X એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે, જેમાં કંપની પર રોકાણકારોને ખોટી માહિતી આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
રોઈટર્સના અહેવાલ મુજબ, હિન્ડેનબર્ગે ઓનલાઈન ગેમિંગ જાયન્ટ રોબ્લોક્સને શોર્ટ કરીને એક રીસર્ચ રીપોર્ટ જાહેર કર્યો, જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ગેમિંગ કંપનીએ મુખ્ય મેટ્રિક્સને 42 ટકા વધાર્યા છે અને રોકાણકારોને છેતર્યા છે.
સોશિયલ મીડિયા પોસ્ટ અનુસાર, હિંડનબર્ગ રિસર્ચે રોબ્લોક્સના સ્ટોક પર શોર્ટ પોઝીશન લીધી છે. કંપનીએ તેની શોર્ટ પોઝિશનની જાહેરાત સાથે ડિસ્ક્લેમર પણ પોસ્ટ કર્યું છે.
હિન્ડેનબર્ગ રિસર્ચે મંગળવાર, 8 ઓક્ટોબરના રોજ રોબ્લોક્સ કોર્પોરેશન પર એક અહેવાલ બહાર પાડ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે કંપનીએ વોલ સ્ટ્રીટમાં તેના મુખ્ય મેટ્રિક્સને વધારીને રજુ કર્યો છે. હિન્ડેનબર્ગે દાવો કર્યો છે કે રોબ્લોક્સ તેના પ્લેટફોર્મ પર યુઝર્સની સંખ્યા વિશે રોકાણકારો અને નિયમનકારો સાથે ખોટું બોલી રહી છે.
હિંડનબર્ગે રિપોર્ટમાં કહ્યું છે કે ગેમિંગ કંપની એક્ટિવ યુઝર્સના આંકડા તેની વાસ્તવિક સંખ્યા કરતા 25 થી 42 ટકા વધારે બતાવી રહી છે. આ સાથે Roblox બાળકો પર નકારાત્મક અસર કરી રહ્યું છે અને બાળકોને પોર્નોગ્રાફી અને હિંસક સામગ્રી મોકલી રહ્યું છે.
CEO એ શેર વેચ્યા:
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રોબ્લોક્સે છેલ્લા ક્વાર્ટરમાં લગભગ 8 કરોડ ડેઈલી એક્ટીવ યુઝર્સ વિશે માહિતી શેર કરી હતી. હિંડનબર્ગે કહ્યું છે કે કંપની સાથે સંકળાયેલા ઘણા મહત્વપૂર્ણ લોકો અથવા મોટા રોકાણકારો શેર વેચીને સતત પૈસા ઉપાડી રહ્યા છે. 2021 માં લીસ્ટ થયા પછી, આ લોકોએ $1.7 બિલિયનના શેર વેચ્યા છે. માત્ર 12 મહિનામાં, અંદરના લોકોએ $150 મિલિયનના સ્ટોકનું વેચાણ કર્યું છે, જેમાંથી $115 મિલિયન કંપનીના સીઇઓએ પોતે વેચ્યા હતા.
રિપોર્ટ જાહેર થતાં જ શેરમાં કડાકો:
હિન્ડેનબર્ગના આ અહેવાલની અસર કંપનીના શેર પર પણ જોવા મળી છે અને 4% સુધીનો ઘટાડો નોંધાયો છે. ટ્રેડિંગ દરમિયાન, રોબ્લોક્સ શેર 4 ટકાથી વધુ ઘટ્યા અને $37.50 ના સ્તરે પહોંચ્યા. જો કે, બજાર બંધ થવાથી, ઘટાડો થવાની ગતિ થોડી ધીમી પડી અને કંપનીના શેર 2.13 ટકા ઘટીને $40.41ના સ્તરે બંધ થયા
ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ Roblox ની શરૂઆત વર્ષ 2004માં થઈ હતી અને તેનું હેડક્વાર્ટર કેલિફોર્નિયામાં છે.
Also Read –