ઇન્ટરનેશનલ

રમુજી સવાલના મનમોજી જવાબ

દર્શન ભાવસાર

શેર બજારમાં તેજીના પ્રતીક માટે આખલો કેમ છે?

  • રોકાણકાર આખલાની જેમ કૂદી પડે છે.. પછી ક્યારેક ગધેડાની જેમ પટકાય છે.
    અવનવી રીતે છેતરપિંડી કેમ થતી હશે?
  • છેતરપિંડીમાં ય ટકી રહેવા માટે નવા આઈડિયા જરૂરી હોય છે.
    રાજ્ય કે દેશમાં માથાદીઠ દેવું વધે તો શું કરવાનું?
  • તમારા હિસ્સાનું ચોખ્ખું ઘી પીવાનું..
    દરેક સંકલ્પ સાકાર થાય ખરાં?
  • એ માટે પણ સંકલ્પ કરવા પડે.
    સૂત્રધાર શેની ધાર કાઢે?.
  • શબ્દોની….વાણીની….અને લાગે આવે તો પ્રેક્ષકોની.
    ચોર પકડાય ત્યારે લોકો એને કેમ મારે છે?
  • આપણે ત્યાં ચોર પૂજાનો રિવાજ નથી.
    ઉપર ગગન વિશાળ હોય ધરતી કેવી હોય?
  • – ધરતી -લીલુડી ને રણ અફાટ.
    સ્માર્ટ ક્લાસ ને સ્માર્ટ સ્કૂલથી બાળકો સ્માર્ટ થશે?
  • પહેલાં વાલીએ સ્માર્ટ થવું પડશે…
    સ્ત્રીની સુંદરતાના વખાણ પુરુષે જ કેમ કરવા પડે છે?
  • આયનો મૌન વ્રતધારી હોય છે એટલે…
    ફિલ્મ, કળા, વેપાર અને રાજકારણની જેમ હવે ધર્મમાં પણ પરિવારવાદ હોય એ કેટલું યોગ્ય ?
  • આને ઘેટાશાહી ધર્મ કહેવાય …
    ખટમીઠાંમાં ખારાશ અને મીઠાશનું પ્રમાણ કેટલું હશે?
  • લગભગ સેવ મમરા જેટલું….
    રાજકારણમાં ઘણી અનીતિ થતી હોવા છતાંય રાજનીતિ કેમ કહેવાય છે?
  • આ પણ એક કુટિલ નીતિ છે….
    દેવ-દેવીના પ્રાર્થના, ભજન, સ્તુતિ હોય તો ભક્ત માટે શું?
  • ભગવાનના નામે હૂંડી ઈશ્યુ કરવાની પરવાનગી…

    ગુજરાતમાં હમણાંથી ગુનાખોરી કેમ વધી છે?.
  • નેતા-પોલીસ ને જનતાને પૂછો….
    નીચું નિશાન હોય તો માફ કેમ નહીં કરવાનું?
  • સજા ના કરવી પડે એટલે…
    આજકાલ માફી માંગવાનો ટ્રેન્ડ કેમ વધી ગયો છે?
  • તમે માફી ન આપીને એમાં અપવાદ બની શકો…ખુશ?
    રાજા માટે રાજ એક્સપ્રેસ અને રાણી માટે ક્વિન એક્સપ્રેસ તો ગરીબ માટે શું?
  • બસ, છકડો, રિક્ષા અને ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેન…
    મારી ગર્લ ફ્રેન્ડને હું પૂજાના ફૂલ કહું છું….તો એની મમ્મીને શું કહું ?
  • ઓફકોર્સ, પૂજારણ…
    ખમણમાં મણ છે.?
  • એમ તો જમણમાં પણ મણ છે…
    સરકારી યોજનાના નામ રૂપાળા કેમ હોય છે?
  • પ્રજાને ભોળવવા માટે…
    લાંચનો પણ વિકાસ થાય તો ?
    તો એ લાંચનો વિકાસપથ બની જાય (જાય શું? એ તો કયારનો બની ગયો !)
    છાપામાં મારો ફોટો કયારે આવશે?
  • બેન્કમાં મોટી ધાડ પાડો પોલીસ સામેથી તમારા ફોટા છપાવશે…
    ભાગીને લગ્ન કર્યા પછી સાસરે જવાનો ચાન્સ મળે ખરો?
  • કોના સાસરે તમારા કે તમારી પત્નીના?

    યુવતી સારો જીવનસાથી મેળવવા – પત્ની એના પતિના દીર્ઘાયુ માટે વ્રત કરે છે તો પતિ માટે કેમ કોઈ વ્રત નથી?
  • એવા કોઈ વ્રતમાં ન પડો.. એ ફળશે તો પાછળથી ‘ફસાઈ ગયા’નો પસ્તાવો થશે

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker