Benjamin Netanyahu ના ઘર નજીક હિઝબુલ્લાનો રોકેટ હુમલો, સુરક્ષા એજન્સીએ ઘટનાને ગંભીર ગણાવી
તેલ અવીવ : ઈઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે હજુ પણ સંઘર્ષ યથાવત છે. જેમાં લેબનોન પર ઈઝરાયેલે કરેલા હુમલાથી ઈરાન અને હિઝબુલ્લા સતત ઈઝરાયેલને નિશાન બનાવી રહ્યું છે. તેમાં પણ તેમનો ટાર્ગેટ હવે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ છે. જેમાં શનિવારે હિઝબુલ્લાએ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના(Benjamin Netanyahu) ઘર પર હુમલો કર્યો હતો. આ દરમિયાન કૈસરિયામાં તેમના ઘર પાસે બે રોકેટ પડ્યા હતા. દેશની સુરક્ષા એજન્સીએ આ ઘટનાને ગંભીર ગણાવી છે.
આ મામલે પોલીસ અને શિન બેટની આંતરિક સુરક્ષા એજન્સીએ કહ્યું કે આ હુમલા સમયે વડાપ્રધાન અને તેમનો પરિવાર ઘરે ન હતો. અમે આ મામલે તપાસ શરૂ કરી છે. હિઝબુલ્લાએ એક મહિનામાં બીજી વખત ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ પર હુમલો કર્યો છે.
Also read: યુક્રેને રશિયા પર કર્યો ઘાતક હુમલો, રાજધાની મૉસ્કો પર છોડ્યા 34 ડ્રોન
રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગે આ ઘટનાની નિંદા કરી
ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગે આ ઘટનાની નિંદા કરી હતી અને જાહેર સ્થળો પર હિંસા વધવા અંગે ચેતવણી આપી હતી. મેં શિન બેટના વડા સાથે વાત કરી છે અને આ ઘટના માટે જવાબદાર લોકો સાથે ઝડપથી તપાસ અને કાર્યવાહી કરવા જણાવ્યું છે.
હિઝબુલ્લાહ બદલો લેવા આતુર
આ પૂર્વે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના ઘર પર ગયા મહિને 19 ઓક્ટોબરે હુમલો થયો હતો જેની જવાબદારી હિઝબુલ્લાએ લીધી હતી. જ્યારે નેતન્યાહુએ હિઝબુલ્લા પર તેમની અને તેમની પત્નીની હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. ઇઝરાયેલે 23 સપ્ટેમ્બરથી લેબનોનમાં હિઝબુલ્લાહના સ્થળો પર હુમલા તેજ કર્યા હતા. જેના કારણે હિઝબુલ્લાહ આનો બદલો લેવા આતુર છે.
Also read: દક્ષિણ કેલિફોર્નિયામાં આગઃ ૧૩૨ ઇમારતને નુકસાન, 10,000 લોકોનાં સ્થળાંતરનો આદેશ
ઇઝરાયેલના વિપક્ષ પણ હુમલાની નિંદા કરી
વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના ખાનગી નિવાસસ્થાન પરના હુમલાની સમગ્ર રાજકીય વર્તુળમાં નિંદા કરવામાં આવી છે.વિપક્ષના નેતા યાયર લેપિડ અને રાષ્ટ્રીય એકતાના અધ્યક્ષ બેની ગેન્ટ્ઝ બંનેએ આ ઘટનાની નિંદા કરતા નિવેદનો જાહેર કર્યા છે. તેમજ ગુનેગારોને સજા આપવાની માંગ કરવામાં આવી છે. જ્યારે દક્ષિણપંથી રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇતામાર બેન ગ્વિરે જણાવ્યું કે આ હુમલા બાદ વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ વિરુદ્ધ દુશ્મને હુમલાની તમામ હદ વટાવી દીધી છે.