બેરૂત હુમલામાં હિઝબુલ્લાહનો વરિષ્ઠ કમાન્ડર ઠારઃ ઈઝરાયલનો દાવો…
જેરુસલેમઃ બેરૂતમાં ઇઝરાયલની આર્મીના હુમલામાં હિઝબુલ્લાહનો એક વરિષ્ઠ કમાન્ડર માર્યો ગયો હતો. આ જાણકારી ઇઝરાયલની આર્મીએ આપી હતી. ઇઝરાયના સૈન્યએ મંગળવારે જણાવ્યું હતું કે તેણે બેરૂત પર હુમલો કર્યો હતો જેમાં હિઝબુલ્લાહનો એક વરિષ્ઠ કમાન્ડરને માર્યો ગયો હતો.
આ સ્ટ્રાઈકમાં સુહેલ હુસૈની માર્યા ગયો છે, જે આતંકવાદી જૂથના લોજિસ્ટિક્સ, બજેટ અને મેનેજમેન્ટ દેખરેખની કામગીરી કરતો હતો.
ગાઝામાં પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ સોમવારે ઇઝરાયલમાં રોકેટ છોડ્યા હતા. ગાઝામાં ઇઝરાયલના હુમલાઓમાં અત્યાર સુધી લગભગ 42,000 પેલેસ્ટિનિયનો માર્યા ગયા હતા. સ્થાનિક હેલ્થ અધિકારીઓના મતે લગભગ 90 ટકા સ્થાનિક લોકો સ્થળાંતર કરી ચૂક્યા છે.
નોંધનીય છે કે એક વર્ષ અગાઉ હમાસના આતંકવાદીઓએ ઇઝરાયલ પર હુમલો કર્યો હતો અને ઇઝરાયલમાં ઘૂસણખોરી કરી હતી. હમાસના આ હુમલામાં લગભગ 1,200 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગે નાગરિકો હતા અને ઇઝરાયલના 250 લોકોનું હમાસે અપહરણ કર્યું હતું. હમાસે હજુ પણ ગાઝાની અંદર લગભગ 100 લોકોને બંધક બનાવી રાખ્યા છે.