અમેરિકામાં આફતઃ ભારે વરસાદના કારણે દક્ષિણ કેલિફોર્નિયામાં ભૂસ્ખલનની આશંકા
અમેરિકાના ઉત્તર-પશ્વિમમાં રસ્તાઓ કરાયા બંધ

લોસ એન્જલસઃ દક્ષિણ કેલિફોર્નિયામાં ગુરુવારે ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે લોસ એન્જલસમાં ફાયર વિભાગનું વાહન પેસિફિક કોસ્ટ હાઇ-વે પરથી તણાઇને માલિબૂમાં દરિયામાં વહી ગયું હતું. ભારે વરસાદના કારણએ રસ્તાઓ પર પાણી ભરાઇ ગયું હતું. ફાયર વિભાગના પ્રવક્તા એરિક સ્કૉટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર કહ્યું હતું કે વાહનમાં ફાયર વિભાગનો એક કર્મચારી હતો અને તેને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.
પેસિફિક પેલિસેડ્સમાં હાઇવે પર ઓછામાં ઓછા ત્રણ ફૂટ સુધી કાદવનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. કેટલાક ડ્રાઇવરો કાદવમાંથી પસાર થવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. પોલીસ અધિકારીઓ એક વાહનને કાદવમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. બુલડોઝરોએ રસ્તાઓ સાફ કરવાનું કામ શરૂ કરાયું હતું.
આ પણ વાંચો: અમેરિકામાં વધુ એક વિમાન દુર્ઘટના: બે જેટ વચ્ચે ટક્કર, એકનું મોત
ઉત્તર અલ્ટાડેનામાં,ઇટન ફાયર બર્ન સ્કાર પાસે એક રસ્તો ત્રણ ફૂટ કાદવ, વનસ્પતિ અને વૃક્ષોથી ઢંકાઇ ગયો હતો. પ્રશાંત મહાસાગરમાં ઉત્તર પશ્વિમમાં આવેલા એક બરફના તોફાનના કારણે ઓરેગન અને વોશિંગ્ટનમાં હાઇવે પર બરફના ઢગલાઇ થઇ ગયા હતા. જેમાં ઓછામાં ઓછા 10 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પશ્ચિમ કિનારા પર આવેલા તોફાનના કારણે હજારો લોકોના ઘરોમાં વીજળી ડૂલ થઇ ગઇ હતી.
મુલ્ટનોમાહ કાઉન્ટી શેરિફ કાર્યાલયે સોશિયલ મીડિયા પર કહ્યું કે પૂર્વમાં મુલ્ટનોમાહ ફોલ્સ પાસ થયેલી દુર્ઘટનામાં સામેલ તમામ વાહનોની તપાસ કરી હતી. ઓફિસે શરૂઆતમાં કહ્યું હતું કે તેમાં 100થી વધુ કાર સામેલ હતી પરંતુ બાદમાં પરિવહન વિભાગે કહ્યું કે આ સંખ્યા 20થી 30 વાહન હતા.
આ પણ વાંચો: અમેરિકા બાદ ઓસ્ટ્રેલીયાએ પણ વધારી ભારતીયોની ચિંતા; વધુ પડતાં કામ કરવા બદલ વિઝા રદ
મુલ્ટનોમાહ કાઉન્ટીના અધિકારીઓએ ઇમરજન્સીને સુધી લંબાવી અને કહ્યું કે આઠ આશ્રયસ્થળો શરૂ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે બુધવારે રાત્રે 489 લોકોએ આશ્રયસ્થાનોની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રીય હવામાન વિભાગે પૂર્વીય લોસ એન્જલસ કાઉન્ટીના એક ભાગ માટે અચાનક પૂર અને ભારે વાવાઝોડાની ચેતવણી જાહેર કરી હતી.
વરસાદને કારણે માલિબુ કેન્યનમાં ખડકો ધસી પડી અને રસ્તાઓ પર કાદવ ફેલાયો હતો. હોલિવૂડ હિલ્સના રસ્તા પર લગભગ 8 ઇંચ જેટલો કાદવ ફેલાઈ ગયો હતો. હવામાન વિભાગના મતે દક્ષિણ કેલિફોર્નિયામાં પર્વતોમાં 6 ઇંચ અને દરિયાકાંઠાના વિસ્તારો અને ખીણોમાં 3 ઇંચ સુધી વરસાદ પડી શકે છે.
શક્તિશાળી વાવાઝોડાને કારણે વૃક્ષો ધરાશાયી થવાનું જોખમ રહેલું છે સૌથી વિનાશક આગથી ટેકરીઓને નુકસાન થયું હોય તેવા વિસ્તારોમાં સ્થળાંતરના આદેશો અને ચેતવણીઓ જાહેર કરવામાં આવી હતી. જમીનને સ્થિર કરવામાં મદદ કરતી વનસ્પતિ બળી ગઈ હોવાથી બળી ગયેલા વિસ્તારો ભૂસ્ખલનનો ખતરો વધુ છે.