ઇન્ટરનેશનલ

35 અબજ ડોલરમાં વેચાઇ ગયું ‘ધરતી પરનું સ્વર્ગ’, જાણો કોણે ખરીદ્યું

પિરામિડનો દેશ ગણાતા ઇજિપ્તની સરકાર ભારે દેવામાં ડૂબી ગઈ છે અને આર્થિક ગરીબી સામે ઝઝૂમી રહી છે. દેવામાંથી બહાર નીકળવા માટે ઇજિપ્તની સરકાર ખાડીના સાથી મુસ્લિમ મિત્ર દેશોને એક પછી એક ઘણા શહેરો વેચી રહી છે. સાઉદી અરેબિયા, UAE, કતાર એ ખાડીના મુસ્લિમ દેશો છે જેમણે ઇજિપ્તને લોન આપવાનો ઇનકાર કર્યો છે, જેને કારણે ઇજિપ્તે તેનું શહેર રાસ અલ હિકમા, જેને પૃથ્વી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે, તેને 35 અબજ ડોલરમાં વેચવાનો વારો આવ્યો છે.

ઈજીપ્તના આ ઐતિહાસિક શહેરને કોઈ અન્ય દેશે નહીં પરંતુ મુસ્લિમ દેશે ખરીદ્યું છે. આ દેશનું નામ UAE છે. UAEએ 35 બિલિયન ડૉલરનો ખર્ચ કરીને ‘રાસ અલ હિકમા’ ખરીદી લીધું છે. આ શહેર દરિયા કિનારે આવેલું છે અને પ્રવાસીઓનું મનપસંદ સ્થળ છે. એવું માનવામાં આવે છે કે UAE હવે આવનારા સમયમાં આ શહેરમાં વિવિધ પ્રોજેક્ટ્સમાં 150 અબજ ડોલરનું રોકાણ કરશે. આમાં ઈજિપ્તની 35 ટકા ભાગીદારી હશે. ઇજિપ્તના ઇતિહાસમાં આ સૌથી મોટું વિદેશી રોકાણ હશે. એ જ રીતે ઈજિપ્ત પણ તેના અન્ય શહેરોને પણ સાઉદી અરેબિયા અને કતારને વેચવા જઈ રહ્યું છે.

શહેરોના વેચાણનો મુખ્ય ઉદ્દેશ્ય ઇજિપ્તમાં રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ સીસીની સરકાર દ્વારા પોતાને બચાવવાનો પ્રયાસ હોવાનું માનવામાં આવે છે. કેટલાક નિષ્ણાતો માને છે કે આ શાસન માટે બચાવવા માટેનું પેકેજ હોઈ શકે છે. જોકે, એ હજી સુધી અનિશ્ચિત છે કે 35 અબજ ડોલરની રકમ ઇજિપ્તની દેવાની કટોકટી હળવી કરવા માટે પૂરતો હશે કે નહીં. જોકે, એમ માનવામાં આવે છે કે 35 અબજ ડોલરની રકમ રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ સીસીની સરકારને તેની લોન પર ડિફોલ્ટ થવાથી અટકાવશે અને તેને દેવાનું પુનર્ગઠન કરવું નહીં પડે. ઇજિપ્તનું બાહ્ય દેવું નાણાકીય વર્ષ 2024માં 29 બિલિયન અમેરિકન ડોલરને વટાવી જવાનો અંદાજ છે. અલ સીસીની સરકાર લોકો પર કઠોર આર્થિક પગલાં લાદીને જનતાને વધુ તકલીફ પહોંચાડવા નથી માગતી, તેથી તેણે શહેર વેચવાનો વિકલ્પ પસંદ કર્યો છે.

નોંધનીય છે કે સાઉદી અરેબિયા અને UAEએ ઇજિપ્તને સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ હવે ફ્રી લોન નહીં આપે. તેમણે કહ્યું હતું કે જો ઈજિપ્તને પૈસા જોઈએ છે તો તેને બદલામાં કંઈક આપવું પડશે. આ નીતિને પગલે ઇજિપ્ત સાઉદી અરેબિયા અને UAEને તેમના શહેરો વેચી રહ્યું છે. દેવાની કટોકટીથી ઝઝૂમી રહેલા રાષ્ટ્રપતિ અલ સીસીએ પણ ભારતને મદદની અપીલ કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button