ઇન્ટરનેશનલ

અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓ માટે લદાયો હવે આ નિયમ…

વોશિંગ્ટન: અમેરિકામાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓ માટે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જેમાં જો કોઇ વિદ્યાર્થી હાર્વર્ડમાં અભ્યાસ માટે પ્રવેશ મેળવવા માંગે છે તો અમેરિકાના ફેડરલ અધિકારીઓ પહેલા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તપાસશે. આ અંગે જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે હવે હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા કામ કરવા અથવા આવવાની યોજના બનાવી રહેલા વિઝા અરજદારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તપાસવામાં આવશે. આ પગલાનો હેતુ એ જાણવાનો છે કે અરજદારની વિચારસરણી યહૂદી વિરોધી છે કે નહીં.

પત્ર અમેરિકન દૂતાવાસો અને કોન્સ્યુલેટને મોકલવામાં આવ્યો
અમેરિકાએ યહૂદી વિરોધી વિચારસરણી ધરાવતા વિદ્યાર્થીઓને રોકવા માટે આ આદેશ જાહેર કર્યો છે. વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ એક ગુપ્ત પત્રમાં યુનિવર્સિટી પર કેમ્પસમાં હિંસા અને યહૂદી વિરોધી પ્રવૃત્તિઓ રોકવામાં નિષ્ફળ રહેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ પત્ર શુક્રવારે અમેરિકન દૂતાવાસો અને કોન્સ્યુલેટને મોકલવામાં આવ્યો છે. આ પત્ર અનુસાર આ તપાસ તાત્કાલિક અસરથી પ્રાયોગિક સિસ્ટમ તરીકે લાગુ કરવામાં આવી છે. જેને ભવિષ્યમાં વધુ વ્યાપક બનાવી શકાય છે.

હાર્વર્ડ યુનિવર્સિટીમાં યહૂદી વિરોધી પ્રવૃત્તિઓમાં વધારો
જે વિદ્યાર્થીઓનો ભૂતકાળ કે વર્તમાન યહૂદી વિરોધી છે તેમને હાર્વર્ડમાં પ્રવેશ મળશે નહીં. છેલ્લા કેટલાક મહિનાઓમાં, યુએસમાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં યહૂદી વિરોધી પ્રવૃત્તિઓ વધી રહી છે. યુએસ વહીવટીતંત્રનો આરોપ છે કે યુનિવર્સિટી આવી પ્રવૃત્તિઓને રોકવામાં નિષ્ફળ ગઈ છે. તેથી હવે આવો નિયમ લાવવો પડ્યો છે, જેનો હેતુ એવા અરજદારોને ઓળખવાનો છે જેમનો ભૂતકાળ સંબંધિત ગુનાઓ સાથે જોડાયેલો છે અને તેના આધારે તેમની વિઝા પાત્રતા પર વિચાર કરી શકાય છે.

આપણ વાંચો : ટ્રમ્પે લાખો ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકોઃ અમેરિકાએ સ્ટુડન્ટ વિઝા પર લગાવી રોક, આપ્યો આવો આદેશ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button